અયોધ્યા LIVE

અયોધ્યા વિવાદનો અંત આવી ગયો છે. રામલલાને અયોધ્યાની જમીન આપવામાં આવી છે.  મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે.

અયોધ્યા કેસ બાબતે તમામ અપડેટ મેળવવા જુઓ ટીવી લાઈવ: 

અયોધ્યા કેસને લઈને તમામ ખબર વાંચવા માટે ક્લિક કરો

 

11:18:33

 અયોધ્યા વિવાદ:   5 જજની સહમતિથી અયોધ્યા કેસનો ફેંસલો.

What is the historic Ayodhya land dispute?

11:14:40

અયોધ્યા વિવાદ;  વિવાદીત જમીન રામલલાને સોંપવામાં આવી, મુસ્લિમ પક્ષને અન્ય વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

What is the historic Ayodhya land dispute?

11:13:38

અયોધ્યા વિવાદ:  સુન્ની વક્ફને 5 એકર જમીન આપવામાં આવશે.

What is the historic Ayodhya land dispute?

11:09:57

અયોધ્યા વિવાદ:  મુસ્લિમ પક્ષને અન્ય જમીન આપવાનો આદેશ, 3  મહિનામાં ટ્ર્સ્ટ બનાવવામાં આવશે.

11:06:18

અયોધ્યા કેસ:  અંગ્રેજોના સમય સુધી નમાજના કોઈ પુરાવા નહીં, મસ્જિદના ભાગને તોડવો તે કાયદાનો ભંગ છેઃ સુપ્રીમ

What is the historic Ayodhya land dispute?

11:03:49

 અયોધ્યા કેસ:   મુસ્લિમ પક્ષ જમીન પર માલિકીનો હક સાબિત કરવામાં નિષ્ફળ, આસ્થાના આધારે કોઈ ફેંસલો લેવામાં આવશે નહીં.

What is the historic Ayodhya land dispute?

10:56:13

અયોધ્યા વિવાદ:   સુપ્રીમકોર્ટે કહ્યું આસ્થાના આધારે જમીનનો ફેંસલો કરવામાં આવશે નહીં.

What is the historic Ayodhya land dispute?

10:50:37

અયોધ્યા કેસ: મુસ્લિમ સાક્ષીઓએ પણ માન્યું કે મંદિરમાં પૂજા કરવામાં આવતી હતી. એવું સાબિત થઈ શક્યું નથી કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

What is the historic Ayodhya land dispute?

10:47:22

અયોધ્યા કેસ: મસ્જિદ ક્યારે બની અને કોણે બનાવી તે સ્પષ્ટ નથી.

What is the historic Ayodhya land dispute?

 

10:45:20

અયોધ્યા: પુરાત્ત્વ વિભાગની તપાસ મુજબ કોર્ટે કહ્યું કે મસ્જિદને નીચે મંદિર હતું. મંદિર હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

What is the historic Ayodhya land dispute?

10:43:16

અયોધ્યા: રામલલ્લાને સુપ્રીમકોર્ટે માન્યા મુખ્ય પક્ષકાર, નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો

10:41:08

અયોધ્યા: ધર્મને લઈને કોઈ ટિપ્પણી સુપ્રીમકોર્ટ કરશે નહીં.

What is the historic Ayodhya land dispute?

10:35:11

અયોધ્યા: સુપ્રીમકોર્ટમાં 20 મિનિટ જેટલો સમય ચૂકાદાને સંભળાવતા લાગી શકે છે.

10:33:47

 અયોધ્યા:  શિયા બોર્ડની અરજીને નામંજૂર કરી દેવાઈ છે.  સર્વસંમતિથી આ ફેંસલો લેવામાં આવ્યો છે.

The Babri Masjid
The Babri Masjid

10:28:13

થોડીવારમાં ચૂકાદો:  અયોધ્યા મામલે 10.30 વાગ્યે ફેંસલો સંભળાવવાનું શરુ કરી દેશે. ભારતના ઈતિહાસમાં એક મોટા વિવાદ પર ફેંસલો આવવા જઈ રહ્યો છે. અમે અપીલ કરીએ છીએ કે ચૂકાદો કંઈપણ આવે દેશમાં શાંતિ અને એકતાનું વાતાવરણ જાળવી રાખો.

What is the historic Ayodhya land dispute?

09:57:30

જજ પહોંચ્યા સુપ્રીમકોર્ટ: અયોધ્યા વિવાદ પર અંતિમ ફેંસલો પાંચ જજ આપશે. આજે 10.30 વાગ્યે ચૂકાદો આવવાનો છે ત્યારે તમામ પાંચ જજ સુપ્રીમકોર્ટ પહોંચી ગયા છે.

 

09:34:19

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આ 5 જજ આપશે ચુકાદો, જાણો તેમના વિશે ખાસ માહિતી

Read: http://bit.ly/2qGrP7p

09:28:33

Z+ સુરક્ષા: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા પુરી પાડવામાં આવી.

08:00:22

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:59:55

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:59:27

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:58:49

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:58:10

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:55:13

અયોધ્યા કેસ: હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયની દલીલો

07:51:11

દિલ્હી: દિલ્હીમાં તમામ VVIPની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો.

07:23:12

PM મોદીની અપીલ: આ ચુકાદો કોઈની હાર-જીત નહીં હોય, શાંતિ અને સદભાવના જાળવી રાખવા PM મોદીની અપીલ

 

રસ્તાઓ બંધ: રામમંદિર તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

07:15:00

07:13:24

ઈન્ટરનેટ સેવા: અલીગઢમાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

07:11:25

કાઉન્ટડાઉન: અયોધ્યા કેસના ચુકાદાનું કાઉન્ટડાઉન શરૂ, થોડા કલાકોમાં જ ચુકાદો આવશે.

07:08:53

ગુજરાત: અયોધ્યા કેસના ચુકાદાને લઈ ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા કેન્સલ કરવામાં આવી.

07:06:46

સુરક્ષા: અયોધ્યા કેસના ચુકાદાને લઈ દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી.

 

23:10:32

નિવૃત્તિ;  CJI રંજન ગોગોઈની સુરક્ષા વધારી દેવાઈ છે. રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ ફેંસલો જલદી સંભળાવવાનું પણ એક કારણ તેમની નિવૃત્તિની તારીખ માનવામાં આવી રહી છે કારણ કે તેઓ મુખ્ય ન્યાયધીશ તરીકે આ ફેંસલાની સુનાવણી કરી રહ્યાં છે.

Ayodhya dispute: CJI to meet UP chief secretary, DGP to review law and order

23:05:39

છાવણીમાં તબદીલ: અયોધ્યાને છાવણીમાં તબદીલ કરી દેવાયું છે અને ઉત્તરપ્રદેશના વિવિધ સંવેદનશીલ શહેરોમાં ફ્લેગમાર્ચ ફોર્સના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે.

22:54:27

ડ્રોન કેમેરાથી નજર:  અયોધ્યાના ખૂણેખૂણે ડ્રોને કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આધુનિક કંટ્રોલરુમ તૈયાર કરવામાં આવ્યો છે અને લખનઉથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યો છે.

22:51:23

અયોધ્યા વિવાદ:  વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રિસીવરની મુલાકાત લઈને દીપોત્સવની ઉજવણી માટે પરવાનગી માગવામાં આવી હતી. અયોધ્યાને લઈને ચૂકાદો આવવાનો હોવાથી આ પરમિશન પણ આપવામાં આવી નહોતી. 16 ઓક્ટોબરના રોજ સુપ્રીમકોર્ટમાં આ કેસને લઈને તમામ દલીલો પૂર્ણ કરી દેવાઈ હતી.

 

22:49:40

અયોધ્યા;  સુપ્રીમ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ અહમદ ફારુકીને સુરક્ષા આપવા માટે ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો. તેઓએ કોર્ટની સામે જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને લઈને કોર્ટ દ્વારા સુરક્ષા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN

22:35:17

શાંતિની અપીલ: કેરળના સીએમ પીનારાયી વીજયન દ્વારા અયોધ્યા મુદ્દે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

22:19:01

PMએ કરી શાંતિની અપીલ;  વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને અયોધ્યા મુદ્દે કોઈપણ ફેંસલો આવે તો શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

22:12:39

શાંતિની અપીલ: ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શાંતિ જાળવી રાખે માટે અપીલ કરી છે. અયોધ્યા ચૂકાદો 9 નવેમ્બરના રોજ આવશે તેેને લઈને સોહાર્દ જળવાઈ રહે તે માટે સીએમ યોગીએ અપીલ કરી છે.

 

22:08:05

કલમ 144 લાગુ: અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જેના લઈને કોઈપણ ટોળું ભેગું થઈ શકશે નહીં. સુરક્ષાને લઈને અયોધ્યામાં પેરામિલીટ્રી ફોર્સના જવાનોને ઉતારવામાં આવ્યા છે.

 

22:05:15

સર્તક રહેવા આદેશ:  ભારત સરકારના ગૃહ મંત્રાલયે અયોધ્યા મામલે ચૂકાદો આવી રહ્યો છે જેને લઈને તમામ રાજ્યોની પોલીસને સર્તક રહેવા માટે આદેશ આપ્યો છે. આમ તમામ રાજ્યોને સુરક્ષાને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

22:04:17

સ્કૂલો બંધ: 9થી 11 નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશમાં શાળા-કોલેજો રહેશે બંધ. અયોધ્યા મામલે ચૂકાદાના લઈને સરકારે લીધો નિર્ણય.

 

22:00:37

Big Breaking:  9 નવેમ્બરના રોજ સુપ્રીમકોર્ટ અયોધ્યા વિવાદીત જમીન મામલે સંભળાવશે અંતિમ ફેંસલો. સવારે 10.30 વાગ્યે અયોધ્યા મુદ્દે અંતિમ ફેંસલો આવશે.

 

18:52:39

પ્રશાસન સર્તક: ઉત્તરપ્રદેશ સરકારે આંબેડકરનગર જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 8 હંગામી જેલનું નિર્માણ કર્યું છે. આ જેલ માટે કોલેજોની બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમામ કમાન પોલીસવિભાગે સંભાળી લીધી છે.

 

18:47:29

વિહિપે અટકાવ્યું કામ:  વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણને લઈને પત્થરોનું જે કામ ચાલી રહ્યું હતું તેને બંધ કરી દીધું છે. 1990 બાદ પહેલીવાર આ વિહિપે આ નિર્ણય લીધો છે. તમામ કારીગરોને વિહિપ દ્વારા ઘરે મોકલી દેવાયા છે.

18:43:25

શાંતિની અપીલ : અભિનેતા રજનીકાંતે લોકોને રામ મંદિર મુદ્દે શાંતિની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે લોકો કોર્ટના આદેશ પ્રત્યે આદર અને શાંતિ જાળવીને રાખે.

18:02:36

અયોધ્યામાં ભારે સુરક્ષા: રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ મામલે ફેંસલો આવવાનો છે જેને લઈને અયોધ્યા પ્રશાસને તકેદારી લીધી છે. મંદિર સુધી જનારા રસ્તાઓને બંધ કરી દેવાયા છે. ભારે તપાસ બાદ લોકોને માત્ર પગપાળા આ રસ્તા પર જવા પરવાનગી આપવામાં આવી રહી છે.

18:00:40

અયોધ્યા કેસ:  અયોધ્યામાં સુરક્ષા જળવાઈ રહે તે માટે 4000 પેરામિલિટ્રી ફોર્સના જવાનોને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે. આખા દેશમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલયે દરેક રાજ્યને એડવાઈઝરી જારી કરી છે.