
પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા અબ્દુલ રાશિદ ગાઝીનું લોકેશન ટ્રેસ થઈ ગયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે સૈન્ય ખુફિયા એજંસીઓએને આ આતંકી હુમલાના માસ્ટરમાઇંડ આતંકવાદી ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં મોજૂદ હોવાની માહિતી મળી છે. આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી લેવાયું છે. કહેવાય છે કે ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યો હતો. સલામતી દળોએ ગાઝીની શોધખોળ આદરી દીધી છે.
સૂત્રોએ જણાવ્યું કે એજંસીઓને પુલવામા આતંકી હુમલાથી એક મહિના પહેલા ખુફિયા માહિતી મળી હતી કે જૈશ એ મોહમ્મદ કોઇક મોટા હુમલાની ફિરાકમાં છે, પરંતુ એજંસીઓએ આ હુમલાનો તાગ મેળવવામાં નિષ્ફળ નવડી. જૈશ એ મોહમ્મદ (JEM)માં જોડાયેલા લગભગ 70 આતંકવાદીઓમાંથી એક આદિલ અહેમદ ડાર કૅટેગરી Cનો આતંકવાદી હતો. ડારે જ ગત ગુરુવારે CRPFના કાફલામાં સામેલ વાહનોને વિસ્ફોટકથી ભરેલી કારથી ટક્કર મારી આતંકી હુમલાનો અંજામ આપ્યો હતો.
ગાઝી જૈશ એ મોહમ્મદનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં રહે છે. અફઘાન લડાઈમાં સામેલ રહેનારો ગાઝી IED EXPERT મનાય છે. સલામતી એજન્સીઓ ગાઝીની શોધમાં લાગી ગઈ છે. ગાઝી હાલ કાશ્મીરના જંગલોમાં સંતાયેલો હોવાની બાતમી મળી છે.
જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે પોતાના ભત્રીજા ઉસ્માન અને ભાણિયા તલ્હા રશીદના મોતનો બદલો લેવા માટે ગાઝીની પસંદગી કરી હતી. તલ્હાને નવેમ્બર-2017માં પુલવામા ખાતે અને ઉસ્માનને ઑક્ટોબર-2018માં ત્રાલ ખાતે સલામતી દળોએ ઠાર કર્યા હતાં.
POKમાં ટ્રેનિંગ આપે છે ગાઝી
અબ્દુલ રશીદ ગાઝી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જાણવા મળે છે કે ગાઝી ડિસેમ્બર-2018માં પોતાના બે સાથીઓ સાથે કાશ્મીરમાં દાખલ થયો હતો. તે પુલવામાના એક વિસ્તારમાં સંતાયેલો હતો. ગાઝી એક એક્સપર્ટ ટ્રેનર છે અને તેને સ્થાનિક આતંકીઓને ટ્રેઇન કરવાની જવાબદારી સોંપાઈ હતી.
[yop_poll id=1478]