VIDEO: સતત બીજા દિવસે તીડનુ આક્રમણ યથાવત, કૃષિ વિભાગની અલગ અલગ ટીમો તીડના નિયંત્રણ માટે દોડતી થઈ

Locust swarm destroy crops in Patan bija divse pan teed nu aakraman yathavat

પાટણમાં સતત બીજા દિવસે પણ તીડના 3 ઝૂંડનો આતંક યથાવત રહ્યો. જેમાં પ્રથમ ઝૂંડ લુદ્રા એડુવાબેડા, તનવાડ, વડપગ ગામે પહોંચ્યું હતું તો બીજુ ઝૂંડ ગુભારખા, રોડવ, રડકા, રોની ગામે પહોંચ્યું. જ્યારે ત્રીજા ઝૂંડે ભરડવા, સુઇગામ, માધપુરા ગામે હુમલો કર્યો હતો. આમાંથી કેટલાક ગામ બનાસકાંઠાની હદમાં આવે છે.

આ પણ વાંચો: VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

35થી 40 કિલોમીટર વિસ્તાર તીડથી પ્રભાવિત છે, એરંડા, રાયડો, રાજગરો, જીરુ સહિતના પાક પર તીડે હુમલો કર્યો. કૃષિ વિભાગની અલગ અલગ ટીમો તીડના નિયંત્રણ માટે દોડતી થઈ છે. બનાસકાંઠાના ખેતીવાડી વિભાગનો 40 કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે છે તો બાગાયતી વિભાગની 4 ટીમ તીડ પર સતત નજર રાખી રહી છે. અને ખેડૂતોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hardik Patel denies secret meeting with Rahul Gandhi BUT CCTV speaks different - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments