અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?

લોકસભાની ચૂંટણી માટે આખરે ભાજપની પ્રથમ યાદી જાહેર થઇ છે. જેની સાથે જ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતાં લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જેના માટે કોંગ્રેસ તરફથી ભાજપની ટીકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતાનો દાવો પોકળ સાબિત થયો

કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે ? કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પહેલાં અડવાણીને જબરદસ્તી ‘માર્ગદર્શક’ મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી. જ્યારે પીએમ મોદી વૃદ્ધોનો આદર નથી કરી શકતા તો તેઓ જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો.’

નોંધનીય છે કે ભાજપે ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પહેલી સૂચી જાહેર કરી છે. ગાંધીનગરમાં આ વખતે અડવાણીના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં ગાંધીનગરથી ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે તેઓ આ સીટ પરથી 1998થી ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે.

READ  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધી પોતાના 'પિડી' સાથે કરી રહ્યાં છે પ્રવાસ

Oops, something went wrong.

FB Comments