લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

17મી લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા એગ્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના એગ્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી. ગુજરાતની 26 સીટોનું આ એગ્ઝિટ પોલમાં જે પરિણામ દર્શાવવામાં આવ્યું છે તેમાં 26 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપની જીતની સંભાવના છે.

આ પણ વાંચોઃ ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

લોકસભા સીટ ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર લોકપ્રિય પાર્ટી જીત/હાર ની સંભાવના
અમદાવાદ પૂર્વ હસમુખ એસ. પટેલ ગીતાબહેન પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
અમદાવાદ પશ્વિમ ડૉ. કિરીટભાઈ સોલંકી રાજુ પરમાર ભાજપ ભાજપની જીતની સંભાવના
અમરેલી નારણભાઈ કાછડિયા પરેશ ધાનાણી ભાજપ / કોંગ્રેસ કોંગ્રેસની જીતની સંભાવના
આણંદ મિતેશ પટેલ ભરતસિંહ સોલંકી ભાજપ ભાજપની જીતની સંભાવના
બનાસકાંઠા પરબત પટેલ પરથીભાઈ ભટોળ ભાજપ ભાજપની જીતની સંભાવના
બારડોલી પરભુભાઈ વસાવા ડૉ. તુષાર ચૌધરી ભાજપ ભાજપની જીતની સંભાવના
ભરૂચ મનસુખ વસાવા શેરખાન અબ્દુલ પઠાણ ભાજપ ભાજપની જીતની સંભાવના
ભાવનગર ડૉ. ભારતીબહેન શિયાળ મનહર પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
છોટા ઉદેપુર ગીતાબહેન રાઠવા રણજીત રાઠવા ભાજપ ભાજપની જીતની સંભાવના
દાહોદ જશવંતસિંહ ભાભોર બાબુભાઈ કટારા ભાજપ ભાજપની જીતની સંભાવના
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી. જે. ચાવડા ભાજપ ભાજપની જીતની સંભાવના
જામનગર પૂનમબહેન માડમ મૂળુભાઈ કંડોરિયા ભાજપ ભાજપની જીતની સંભાવના
જુનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ ભાજપ / કોંગ્રેસ કોંગ્રેસની જીતની સંભાવના
કચ્છ વિનોદભાઈ ચાવડા નરેશ મહેશ્વરી ભાજપ ભાજપની જીતની સંભાવના
ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ ભાજપ ભાજપની જીતની સંભાવના
મહેસાણા શારદાબહેન પટેલ એ. જે. પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ ભાજપ ભાજપની જીતની સંભાવના
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર ભાજપ ભાજપની જીતની સંભાવના
પોરબંદર રમેશભાઈ ધડુક લલિત વસોયા ભાજપ ભાજપની જીતની સંભાવના
રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા ભાજપ ભાજપની જીતની સંભાવના
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર ભાજપ ભાજપની જીતની સંભાવના
સુરત દર્શનાબહેન જરદોશ અશોક અધેવાડા ભાજપ ભાજપની જીતની સંભાવના
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા સોમાભાઈ પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
વડોદરા રંજનબહેન ભટ્ટ પ્રશાંત પટેલ ભાજપ ભાજપની જીતની સંભાવના
વલસાડ ડૉ. કે. સી. પટેલ જીતુ ચૌધરી ભાજપ ભાજપની જીતની સંભાવના

 

ગુજરાતની માત્ર બે બેઠકો પર કોંગ્રેસને જીત મળે તેવી સંભાવના છે. પ્રથમ સીટ અમરેલીની વાત કરીએ તો તે બેઠક પર ભાજપના નારણભાઈ કાછડિયાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ઉમેદવારની જીતની સંભાવના છે. બીજી બેઠકની વાત કરીએ તો તે છે જુનાગઢ જ્યાં ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના પૂંજાભાઈ વંશ ઉમેદવાર અને તેની જીતની સંભાવના છે.

 

Video of Rain water dripping off the bridge and pouring on Gandhiji Statue goes viral, Ahmedabad

 

ઉપરોક્ત એગ્ઝિટ પોલ ખાનગી ન્યુઝ ચેનલ ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઇન્ડિયાના સર્વે અનુસાર રજૂ કરેલ છે.

FB Comments

TV9 Webdesk13

Read Previous

એગ્ઝિટ પોલના પરિણામોથી થોડી જ કલાકોમાં અનિલ અંબાણીને થઇ કરોડોની કમાણી, નાદારીની પરીસ્થિતીમાં અનિલ અંબાણીના ચહેરા પર જોવા મળી ખુશી

Read Next

ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

WhatsApp પર સમાચાર