ભાજપે 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, સંબિત પાત્રા પુરીથી લોકસભા ચૂંટણી લડશે

ભાજપે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેમનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. તેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડીશાની સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ઓડિશાની પુરી સીટ પર પહેલા વડપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ પણ ભાજપે પૂરી કરી દીધી કારણ કે ત્યાંથી પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. લિસ્ટમાં કુલ 36 ઉમેદવારના નામ છે. તેમાંથી 23 ઉમેદવાર આંધ્રપ્રદેશના છે. ત્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલે મતદાન થશે.

 

READ  સુરતના એક આર્ટિસ્ટે વડાપ્રધાન મોદીની પેન્સિલની અણી પર બનાવી મુખાકૃતિ, જુઓ PHOTOS

 

મહારાષ્ટ્રના 6 ઉમેદવાર અને ઓડિશાના 5 ઉમેદવારના નામ છે. તે સિવાય અસમ અને મેઘાલય માટે પણ 1-1 નામ છે. ભાજપને વિશ્વાસ છે કે આ વખતે ઓડિશાનું પરિણામ દિલ્હીની સતા માટે રસ્તો સરળ કરી શકે છે. તે માટે સૌથી મહત્વપુર્ણ સીટ પર ભાજપે સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. સંબિત પાત્રા 2002માં ઓડિશાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી સર્જરીમાં માસ્ટર્સ કરી ચૂકયા છે.

READ  મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ CM પદ સંભાળ્યાની સાથે આપ્યો આ મહત્ત્વનો આદેશ

લોકસભા ચૂંટણી સિવાય ભાજપે 3 રાજયની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવાર, ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવાર અને મેઘાલયના સેલસેલા વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી માટે 1 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 2 દિવસ પહેલા જ 184 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ હતુ.

READ  તેલંગાણાના મુખ્યમંત્રીનો દાવો, મનમોહન સિંહની સરકારમાં થઈ હતી 11 સર્જીકલ સ્ટ્રાઈક

Oops, something went wrong.

FB Comments