છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

દેશભરના 7 રાજ્યોની 59 સીટ પર છઠ્ઠા ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળની ઘણી જગ્યાએ મારામારી પણ થઈ હતી. ભાજપના ઉમેદવારની ગાડી પર હુમલો કર્યો હતો અને કાર્યકર્તાઓની સાથે પણ હિંસા થઈ હતી.

છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 60 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સહિત ઘણાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ તબક્કામાં 2 કરોડ 53 લાખ મતદાતાઓએ 177 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કર્યો. મતદાન માટે કુલ 16998 કેન્દ્ર બનાવ્યા હતા.

 

READ  વીમા મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને, 3 દિવસ રાજ્યવ્યાપી આંદોલન

આ પણ વાંચો: કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ

આ તબક્કામાં બિહારમાં 55.36 ટકા મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં 65.48 ટકા, મધ્યપ્રદેશમાં 60.30 ટકા, ઉત્તરપ્રદેશમાં 51.37 ટકા, પશ્ચિમ બંગાળમાં 80.16 ટકા, ઝારખંડમાં 64.46 ટકા અને દિલ્હીમાં 55.51 ટકા મતદાન નોંધાયું છે.

 

Oops, something went wrong.
FB Comments