કોંગ્રેસના નેતા ઉદિત રાજે ચૂંટણી પંચની સાથે સુપ્રીમ કોર્ટ પર પણ ઈવીએમને લઈને ઉઠાવ્યા સવાલો!

ભાજપની સાથે બગાવત પછી કોંગ્રેસના પંજામાં જોડાનાર ઉદિત રાજે ઈવીએમની સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે. તેમણે ચૂંટણી પંચની સાથે સુપ્રીમ કોર્ટ પર પણ ઈવીએમને લઈને સંડોવણી હોવાની ટિપ્પણી કરી છે.

બુધવારના રોજ ઉદિત રાજે એક ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટની ઉપર પોતાનું નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે વીવીપેટ સાથે સ્લિપની મેળવણી થાય તે સુપ્રીમ કોર્ટ પણ ઈચ્છતું નથી. તેમણે લખ્યું કે સુપ્રીમ કોર્ટે આવું કેમ નથી ઈચ્છી રહી કે બધી વીવીપેટની ગણતરી કરવામાં આવે. શું સુપ્રીમ કોર્ટ પણ ધાંધલીમાં સામેલ છે? જો ત્રણ મહિનાથી બધા કામ બંધ પડ્યા હોય તો વોટની ગણતરીમાં વધારે બે-ત્રણ દિવસ લાગી તો શું ફર્ક પડી જવાનો છે?

READ  BCCIના એક પણ ગ્રેડમાં આ ખેલાડીનું નામ ન હોવા છતાં વલ્ડૅકપ ટીમમાં મળ્યુ સ્થાન

આ પણ વાંચો:  વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

આ પહેલીવાર નથી કે ઉદિત સવાલો ઉભા કર્યા હોય અગાઉ પણ તેમણે ભાજપ પર ઈવીએમને લઈને સવાલો ઉભા કર્યા અને કહ્યું હતું કે ભાજપને જ્યાં ઈવીએમ બદલાવવી હતી તે બદલી લીધી. એટલા માટે જ સાત તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી છે.

READ  અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

 

HowdyModi! : Preparations of the mega event in full swing,PM to address over 50,000 Indian-Americans

FB Comments