• April 20, 2019

‘સરદારથી પાટીદાર’ સુધીની સફર કરી અમિત શાહ ભરશે પોતાનું નામાંકન, નારાજ પાટીદારોને મનાવવા માટે પાટીદારોના જ ગઢમાં રેલી કરશે અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી પોતાનુ નામાંકન ભરે તે પહેલા ચાર કિમી રોડ શો કરશે. આ રોડ શો માટે ગાંધીનગર કેમ ન પસંદ કરાયું કેમ અમદાવાદમાં સરદાર પટેલની પ્રતિમાથી પાટીદાર ચોક સુધી જ પસંદ કરાયું. સાથે એનડીએના ઘટક દળોના મુખિયાઓને પણ કેમ સામેલ કરાઇ રહ્યા છે તેના પાછળનુ પણ એક મજબૂત સંદેશ રહેલો છે. સૂત્રો કહી રહ્યા છે કે અમિત શાહ આ કરીને એક તરફ પાટીદારો પોતાની લોકપ્રિયતા સાબિત કરવા માંગે છે તો બીજી તરફ સહયોગીઓમાં વચ્ચે બીજેપીની મજબુતાઇ પણ સાબિત કરીને વિરોધીઓને પણ સંદેશ આપવા માંગે છે.

રોડ શો માટે પરેસેવો પાડતા બીજેપીના રાષ્ટ્રીય નેતા

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાનુ નામાંકન ભરવા જાય તો કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મહેનત વધી જાય છે. આ મહેનત રોડશોને ભવ્ય બનાવવાથી માંડી ભીડ એકત્ર કરવા અને કાયદો વ્યવસ્થાથી માંડી રસ્તાઓની શોભાઓ વધારવા માટે શરુ થઇ છે. સ્થાનિક નેતાઓ ગરમીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમને સફળ બનાવવા પરસેવો પાડી રહ્યા છે. જે રુટ ઉપર રોડ શો થવાનુ છે ત્યા સ્વાગત ક્યા થશે, ફુલો ક્યા ઉછાળાશે, વાહનો કેટલા હશે, બે રથોમાં આગળ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે ત્યારે પાછળ રહેલા રથોમાં કોને રખાશે તેની વ્યવસ્થા થઇ રહી છે.

રોડ શો સરદાર પટેલ સ્ટેચ્યુથી પાટીદાર ચોક સુધી

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાર કિમીનો રોડ શો નારાણપુરા વિધાનસભામાં સરદાર પટેલ સ્ચેચ્યુથી શરુ કરી ધાટલોડીયા વિધાનસભાના પાટીદાર ચોક સુધી જશે.  પાર્ટીએ આ આયોજન કરીને સીધો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છેકે અમિત શાહ અંગે પાટીદારોમાં કોઇ રોષ નથી. અમિત શાહની છાપ પાટીદારો વિરોધી નથી અને એટલા માટે જ 20 હજારથી વધુ લોકોને અહીં ખડકી દેવાશે. બીજી તરફ યાત્રા નારાણપુરાથી ઘાટલોડીયા વિધાનસભામાં જશે. તમને એ પણ બતાવી દઇએ કે રાજ્યસભામાં જતાં પહેલા અમિત શાહ નારાણપુરાના ધારાસભ્ય પણ હતા, જ્યારે ધાટલોડીયાના ધારાસભ્ય તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ હતા. ત્યારે નારાણપુરાથી ઘાટલોડીયા સુધી રોડ શો યોજાય તો આનંદી બેન પટેલ અને અમિત શાહ વચ્ચે પણ કોઇ મતભેદ નથી તેવો સંદેશો કાર્યકર્તાઓમાં આપી શકાય.

પાટીદારોના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા  ?

બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાની માનીએ તો હાલ દેશમાં રાષ્ટ્રવાદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ સાથે સિધ્ધીઓની લહેર છે. બીજેપીના આગેવાનો સબકા સાથ સબકા વિકાસમાં મને છે આ તો જાતિવાદના વાડા અને વેર ઝેર કોગ્રેસને મુબારક છે. ભવ્ય રોડ શો થવાનો છે અને કોંગ્રેસ ક્યાંય નથી. 26 સીટો સહિત દેશભરમાં 300થી વધુ સીટો જીતીશુ.

આ પણ વાંચો : કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે

કોગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલની માનીએ તો આવા રોડ શો થી કોઇ મતબલ નથી. પાટીદારોને યાદ છે કે કોના ઇશારે પોલીસે સોસાયટીઓમાં ઘરમાં ઘુસીને પાટીદારો ઉપર અત્યાર કર્યા હતા. રોડ શો કોઇ પણ વિસ્તારમાં કરો ભીડ મેનેજ કરો પણ આ વખતે બીજેપી જવાની છે એ વાત મતદારોએ નક્કી કર્યો છે.

રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવીની માનીએ તો ઇલેક્શનમાં રોડ શો હોય કે સભા હોય તે ભવ્ય થાય તેના માટે બન્ને પક્ષો મહેનત કરતા હોય છે ત્યારે નિશ્ચિત છે કે જ્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેલી હોય તો મોટુ કરવુ પડે. જે રીતે પાટીદાર વિસ્તારોમાં રોડશો રાખવામાં આવ્યો છે તેનાથી પાટીદારોમા નારાજગી નથી તે બતાવવાનુ પ્રયત્ન થશે પણ પાટાદીરોમાં નારાજગી ઓછી થઇ છે તે વાત દેખાય છે કારણ કે પાટીદારો હવે એક જૂટ રહ્યા નથી. જેનો ફાયદો બીજેપીને મળી શકે છે.

Scuffle among supporters of Alpesh Kathiriya and Hardik Patel at a public meeting in Ahmedabad- Tv9

FB Comments

Hits: 1648

Anil Kumar

Read Previous

કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે

Read Next

ભારે વિવાદ બાદ આખરે મહાગઠબંધનની બિહારમાં પહેલી યાદી થઈ જાહેર, જાણો કોણ ક્યાંથી નોંધવશે ઉમેદવારી અને કોણ થયું નારાજ ?

WhatsApp chat