લોકસભા પહેલાં કોંગ્રેસ માંથી વધુ એકે છોડ્યો હાથ, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ હવે કેસરિયો ધારણ કરશે

ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ફટકો લાગી રહ્યો છે. 3 દિવસ પહેલા જ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરવાની પ્રક્રિયા હજી રોકાઇ નથી. આજે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે.

આજે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ગાંધીનગર જઇને વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કરશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આઇકે જાડેજા, કે.સી. પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે.

ખાસ વાત એ છેકે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું. ત્યારથી તેમની ભાજપમાં જોડાવવાની વાત સામે આવી રહી હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?

2017માં પરસોત્તમ સાબરિયા ધ્રાંગ્ધ્રા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને તેમના પર વિધાનસભામાં કેનાલના ભ્રષ્ટાચારના કેસમા પ્રશ્ન ન પુછવાનો આરોપ લાગ્યા હતા. આ ઘટનામાં તેમનો પણ હાથ હોવાની ગંધ આવી રહી હતી. કેનાલના ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓના કારણે પરસોત્તમ સાબરિયાની ચાલુ ધારાસભ્ય પદેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Ahmedabad: CID raids shop making duplicate cloth of a branded company in Gheekantha- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?

Read Next

લોકસભા ચૂંટણી-2019: ગુજરાતમાં પ્રચાર માટે માત્ર છે 43 દિવસ, ભાજપે 26 બેઠક પર જીત મેળવવા માટે શરૂ કરી તડામાર તૈયારીઓ

WhatsApp chat