લોકસભા ચૂંટણી-2019 : અખિલેશ યાદવે પિતા મુલાયમ સિંહ યાદવને મૈનપુરીથી ઉતાર્યા મેદાનમાં, સપાએ 6 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી

લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થયા બાદ આજે સમાજવાદી પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મૈનપુરી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં મુલાયમ આઝમગઢની લોકસભા બેઠક પરથી સાંસદ છે.

પહેલી યાદીમાં સપાના મુલાયમ સિંહ યાદવ ઉપરાંત અક્ષય અને ધર્મેન્દ્ર યાદવને પણ ટિકિટ આપવામાં આવી છે. ધર્મેન્દ્ર યાદવ બદાયુંથી છે જ્યારે અક્ષય યાદવ ફિરોઝાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. બંને હાલમાં પણ ત્યાંથી સાંસદ છે. આ ઉપરાંત જે અન્ય ત્રણ બેઠકો પરથી પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે સુરક્ષિત બેઠકો છે.

જેમાં ઇટાવાથી કમલેશ કઠેરિયા, રોબર્ટસગંજથી ભાઇ લાલ કોલ અને બહરાઇચથી શબ્બીર અહમદ વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી છે. 2014માં સમાજવાદી પાર્ટી પાસે 5 બેઠકો આવી હતી.

 

જે તમામ મુલાયમના પરિવારમાં જ પહોંચી હતી. જેમાં પણ બે બેઠક પરથી મુલાયમ જીત્યા હતા, એક મૈનપુરી અને આઝમગઢ જીત્યા હતાં. કન્નોજથી ડિમ્પલ યાદવ, બદાયુંથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદ રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ જીત્યા હતા. મુલાયમે મૈનપુરીની બેઠક છોડી હતી જેના પરથી તેમના પૌત્ર તેજ પ્રતાપ યાદવ સાંસદ બન્યા હતા.

FB Comments

TV9 Web Desk6

Read Previous

અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?

Read Next

ધોનીએ ફરી જીત્યું દુનિયાનું દીલ, દેશના સૈનિકો માટે રાંચીમાં મેચ શરૂ થવા પહેલાં કર્યું એવું કામ કે તમે પણ જોઇ Video થઈ જશો ખુશ!

WhatsApp chat