આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

લોકસભાની ચૂંટણીને લઈને અવનવા કિસ્સા સામે આવતા જ હોય છે. એક સીટ એવી છે જ્યાં પિતા સામે દીકરી મેદાનમાં છે.

આંધ્રપ્રદેશની અરાકુમાં લોકસભાની સીટ પિતાની સામે દીકરી મેદાનમાં છે. અરાકુ લોકસભાની સીટ પરથી તેલુગુ દેશમ પાર્ટીમાંથી વિરીચેરલા કિશોર સૂર્યનારાયણ દેવ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી શ્રુતિ દેવી મેદાનમાં છે અને આમ આ જંગ હવે બાપ-બેટી વચ્ચે છે તેવું કહી શકાય. બંને એકબીજાની વિરુદ્ધમાં સભાઓ કરીને વોટ માગી રહ્યાં છે.

 

 

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

ભાજપે આ સીટ પર સત્યનારાયણ રેડ્ડીને ટીકીટ આપી છે. આમ આ બેઠક પર પિતા અને દીકરી એકબીજાની સામે પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. હવે પરિણામો બાદ જ નક્કી થઈ શકશે કે આ લોકસભાની સીટ પરથી પિતા જીત છે કે પછી પુત્રી, અન્ય પાર્ટીઓના નેતાઓને પણ જનાદેશ મળી શકે છે.

 

Gujarat: This youth saved lives of many students during Surat fire incident- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

Read Next

કમલ હસન પર ‘હિંદુ આતંકવાદી’ નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!

WhatsApp chat