ભારે વિવાદ બાદ આખરે મહાગઠબંધનની બિહારમાં પહેલી યાદી થઈ જાહેર, જાણો કોણ ક્યાંથી નોંધવશે ઉમેદવારી અને કોણ થયું નારાજ ?

બિહારમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ તેજસ્વી યાદવ આખરે આજે જાહેરાત કરી છે. પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, ઘણા દિવસોથી સૌ રાહ જોઈ રહ્યા હતા કે મહાગઠબંધનના ઉમેદવાર કોણ હશે. મહાગઠબંધન અતૂટ છે. આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. બે ચરણના ઉમેદવારોની જાહેરાત અમે પહેલા જ કરી દીધી છે.

આ પહેલાં ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.‌ જ્યારે તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના ઉમેદવારો વિશે માહિતી આપી. આરજેડીએ બેગૂસરાયથી તનવીર હસન, મધુપુરાથી શરદ યાદવ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકી, વૈશાલીથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સીવાનથી બીના સાહિબ, મહારાજગંજથી રણધીર સિંહજી, સારણથી ચંદ્રિકા રાય લડશે.

જ્યારે હાજીપુરથી શિવચંદ્ર રાય અને લાલુ યાદવની પુત્રી પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરસિયાથી સરફરાજ આલમ, સીતામઢીથી અર્જુન રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. શિવહરની સીટ પર આરજેડી બાદમાં ઉમેદાવાર જાહેર કરશે. જેના પર હવે ભાજપના ગઠબંધન એનડીએ સામે મુશ્કેલી વધી શકે છે.

READ  રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

આ પણ વાંચો : ‘સરદારથી પાટીદાર’ સુધીની સફર કરી અમિત શાહ ભરશે પોતાનું નામાંકન, નારાજ પાટીદારોને મનાવવા માટે પાટીદારોના જ ગઢમાં રેલી કરશે અમિત શાહ

મહાગઠબંધનનની બેઠક પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહારના સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોક કુમાર, મંગેરથી નીલમ દેવી, સાસારામથી મીરા કુમારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠીનું નામ હટાવી હવે સુપ્રિયો શ્રીનાતેને ટિકિટ આપી છે.

READ  નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, અન્ય દેશ કરતા ભારતના વિકાસ દર સારો

કઈ પાર્ટીના ઉમેદવાર કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

– રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી): ભાગલપુર, બાકા, મધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલ ગંજ, સીવાન, મહારાજગંજ, સારણ, હાજીપુર, બેગૂસરાય, પાટલિપુત્ર, બક્સર, જહાનાબાદ, નવાદા, ઝંઝારપુર, અરરિયા, સીતામઢી અને શિવહર

– કોંગ્રેસ: કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, સમસ્તીપુર, મુંગેર, પટના સાહિબ, સાસારામ, વાલ્મીકિનગર અને સુપોર

– HAM: નાલંદા, ઔરંગાબાદ અને ગયા

READ  સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર હુમલો કરતાં કહ્યું કે 'તમારા માટે ગાંધીજી ટ્રેલર, અમારા માટે જિંદગી'

– VIP પાર્ટી: મધુબની, મુજફ્ફરપુર અને ખગડિયા

Oops, something went wrong.

FB Comments