ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક પરથી જ લડશે લોકસભાની ચૂંટણી?

ભાજપ દ્વારા મોડી સાંજે લોકસભાની 48 બેઠકોની યાદી જાહેર કરી છે. જેની સાથે જ ભાજપે અત્યાર સુધીમાં 286 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજે જાહેર થયેલી યાદીમાં સૌ કોઈની નજર વડોદરાની બેઠક પર રહી હતી. જ્યાંથી ભાજપે રંજન ભટ્ટનું નામ જાહેર કર્યું છે. જેની સાથે જ વડાપ્રધાન મોદીના વડોદરા બેઠક પરથી લડવાના પ્રશ્ન પર પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે.

2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઇ હતી ત્યારે વડાપ્રધાન મોદી વારણસીની સાથે ગુજરાતમાં વડોદરા બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમને ત્યાર બાદ તે બેઠક છોડી દીધી હતી. અને હાલમાં તેમણે વારણસી બેઠક અંગે જાહેરાત કરી છે પરંતુ આજે વડોદરા અંગે પણ ચિત્ર સાફ થઈ ચુક્યું છે.

આ પણ વાંચો : લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

આ ઉપરાંત વડાપ્રધાન મોદીનું નામ રાજકોટ બેઠક પરથી પણ સામે આવી રહ્યું હતું, જ્યાંથી પણ ભાજપે મોહન કુંડરિયાના નામની જાહેરત કરી છે. આ સ્થિતિમાં ગુજરાત માંથી હજી કુલ 16 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર થઇ ચુક્યા છે. જ્યાંથી વડાપ્રધાન મોદીનું નામ હજી સુધી સામે આવ્યું નથી.

જ્યારે બીજી તરફ મોદીનું નામ ઓડિશાના પુરી બેઠક પરથી પણ સામે આવી રહ્યું હતું. જો કે ત્યાંથી પણ આજે બપોરે જ ભાજપની જાહેર થયેલી યાદીમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનું નામ પુરી બેઠક પરથી સામે આવ્યું છે. જેથી મોદી ત્યાંથી પણ લડી શકે તેમ નથી.

હવે જોવાનું રહેશે કે વડાપ્રધાન મોદી વારણસી સિવાય અન્ય કઇ બેઠક પરથી ચૂંટણી લડે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જો કે ભાજપની ચૂંટણી સમીક્ષા બેઠક અગાઉ જાહેરાત કરી ચુક્યું હતું કે, વડાપ્રધાન મોદી વારણસી બેઠક ઉપરાંત પણ અન્ય કોઇ બેઠક પરથી લડી શકે છે.  તે સમય જોતાં જોવા મળશે. અથવા તો વડાપ્રધાન મોદી આ વખતે માત્ર એક જ બેઠક પરથી ચૂંટણી લડે તો નવાઇ નહીં.

આ પણ વાંચો : રાહુલ ગાંધી લડી શકે છે બે બેઠકો પરથી ચૂંટણી, શું કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં લાગી રહ્યો હારનો ડર ?

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સિવાય પણ અન્ય કોઇ બીજી બેઠક પરથી મેદાનમાં ઉતરી શકે તેવી વાતો આજથી સામે આવી રહી છે. તે સ્થિતિમાં જોવાનું રહેશે ભાજપ વડાપ્રધાન મોદીને કોઇ બીજી બેઠક આપે છે કે કેમ?

Ahmedabad: 13,041 students get admission under RTE| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીના પણ ત્રણ ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર,કોંગ્રેસનો સાથ છોડનારને ભાજપે આપી ટિકિટ

Read Next

ભાજપની પ્રથમ યાદીમાં કેમ 14 મુરતિયા થયા રિપીટ ?, કેમ હજી બાકી રહી ગયા દસ ઉમેદવારોના નામ, શું પીએમ મોદી બન્યા ‘બનારસી બાબુ’ ?

WhatsApp પર સમાચાર