મોડી રાતે બે વાગ્યા સુધી ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી, હજી આજે થઇ શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

લોકસભા ચૂંટણી 2019ને લઈને તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારની જાહેરાતો કરી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ ગઈ કાલે 16 માર્ચે કોર ગ્રુપની એક બેઠક કરી. ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈ કાલે મોડી રાત સુધી ચાલી હોવાનું કહેવમાં આવી રહ્યું છે.

#Gujarat #BJP Parliamentary Board meeting to be held today, to select candidates for LS seats #LokSabhaElections2019 #TV9News

#Gujarat #BJP Parliamentary Board meeting to be held today, to select candidates for LS seats#LokSabhaElections2019 #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १६ मार्च, २०१९

જો કે મોડી રાત સુધી ચાલેલી આ બેઠક બાદ પણ હજુ ભાજપના ઉમેદવારનો સંભવિત પ્રથમ સૂચિ જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફથી બહુ જલદી સૂચિ બહાર પડશે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, અરુણ જેટલી સહિત અનેક નેતાઓ સામેલ થયા હતાં.

READ  આ વર્ષે 26 જાન્યુઆરીએ પરેડ જોવા માટે સામાન્ય જનતાની છે NO ENTRY પણ કેમ, વાંચો આ ખબર

આ પણ વાંચો : ’26 અનાર 150 બિમાર’,ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને મળ્યા 150 ટિકિટ વાંચ્છઓ, શું 12 જૂનાજોગીઓની ટિકિટ પણ કપાશે ?

સૂત્રોના હવાલે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોને લઈને ચર્ચા થઈ નથી. આ અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બેઠક યોજી શકે છે. ભાજપની પહેલી યાદીમાં લગભગ 100 ઉમેદવારોના નામ પર મહોર લાગવાની છે. કહેવાય છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી બેઠક 18 માર્ચે થશે.

READ  'Howdy Modi' કાર્યક્રમ માટે અમેરિકી સાંસદ તુલસી ગબાર્ડે કર્યુ વડાપ્રધાન મોદીનું સ્વાગત, જુઓ VIDEO

હાલ મળી રહેલી બેઠકમાં બિહાર, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના સાત રાજ્યોની બેઠકો માટે ચર્ચા થઈ. ભાજપ આજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી શકે છે. આ તરફ ગુજરાત માટે પણ ગાંધીનગરમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠક યોજાઇ શકે છે.

Oops, something went wrong.

FB Comments