અમિત શાહની રેલી ન માત્ર અમદાવાદના રસ્તા પર પણ સોશિયલ મીડિયા પર પણ હશે વિશાળ, પહેલી વખત એથિકલ હેકર્સની પણ લેવામાં આવી મદદ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શોને યાદગાર બનાવવા માટે બીજેપી મીડિયા સેલે હાઇ ટેક વ્યવસ્થા કરી છે. સોશિયલ મિડીયામાં સૌથી વધુ અમિત શાહના રોડ શોને ટ્રેન્ડ થાય તેના માટે વ્યવસ્થા કરી દેવાઇ છે. તો દસ કરોડ લોકો આને વ્યક્તિગત રીતે સ્માર્ટ ફોનમાં જોઇ શકે તે માટે વ્યવસ્થા કરાઇ છે. જેના માટે પાર્ટીના આઇટી સેલે ખાસ વ્યવસ્થા કરી છે. સાથે સિસ્ટમ ક્રેસના થાય તે માટે એથિકલ હેકર્સનો લેવાયો સહારો.

અમિત શાહના રોડ શોને હાઇટેક બનાવવા બીજેપી સોશિયલ મીડિયા એક્ટીવ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગાધીનગર લોકસભા સીટ માટે નામાંકન કરવા પહોચ્યા છે. ઐતિહાસિક ભવ્ય કાર્યક્રમ થાય તેના માટે રોડ શોમાં 50 હજારથી વધુ લોકોને એકત્ર કરવાની સુચના અપાઇ છે. જેમાં વિવિધ સમાજના લોકોને તો સ્વાગત માટે રાખવામાં આવ્યા છે. એટલે કે સમ્પુર્ણ પણે ઐતિહાસિક કાર્યક્રમ કરવાનો યોજના બનાવી છે. આ કાર્યક્રમને ન ભુતો ન ભવિષ્યતિ બનાવવાનો પ્રયાસ બીજેપી કરી રહી છે. જેના માટે બીજેપી આઇ ટી સેલના પ્રમુખ અમિત માલવીય ગુજરાત આવી ગયા છે. તેઓએ આઇ ટી સેલ અને સોશિયલ મિડીયાને એક્ટીવ કરી દીધા છે. જેમાં દસ કરોડ લોકો સીધી રીતે સોશિયલ મિડીયાના માધ્યમથી આ રેલીને જોઇ શકાય તેના માટે ખાસ રણનીતિ બનાવાઇ છે.

READ  ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

આ પણ વાંચો : જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન

કાર્યક્રમ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં 20 લાખ કાર્યક્રરો એક્ટીવ રહેશે

દેશના એક લાખથી વધુ વોટ્સ એપ ગ્રુપોને એક્ટીવ રહેવા સુચના અપાઇ છે. સમગ્ર દેશમાં 20 લાખથી વધુ કાર્યકરોને સોશિયલ મીડિયા ઉપર કાર્યક્રમની લિંન્કો શેયર કરવા સુચના આપી દેવાઇ છે.  સવારે 9 વાગ્યાથી લઇને બપોરે અઢી વાગ્યા સુધી સતત એક્ટીવ રહીને પોાતની ભાગીદારી નોંધાવવા આદેશ કરાયો છે.  ટ્વિટર,વોટ્સએપ ઇન્ટાગ્રામ ઉપર સતત ટ્વીટ કરે, એક એક સંદેશને શેયર કરે તેમ પણ કહેવાયુછે.  આના માટે કમલમ ઉપર અને દિલ્હીથી સતત વોલિન્ટીયર્સને કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય ગ્રેડીંગ પ્રમાણે ફ્લેસ કરવાની સુચના અપાઇ છે. એટલે કે ટીવીની સાથે મોબાઇલ સાથે પણ કનેક્ટ કરી શકાય તેના માટે તૈયારીઓ કરાઇ છે.

READ  કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત

10 એથિકલ હેકર્સની મદદ લેવાશે

આમ આ કાર્યક્રમને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મમાં યોગ્ય પ્રતિસાદ મળે તેના માટે તૈયારીઓ પુર્ણ કરાઇ છે. પણ સાથે ડર એવાતનો છે કે જો વધુ પ્રમાણમાં લોકોનુ પાર્ટીસિપેશન વધશે તો ઘણી વખત સિસ્ટમ ક્રેશ થવાની સંભાવના છે. સાથે આને કોઇ ઇન્ટરપ્ટ ન કરે, હેક કરવાનો પ્રયત્ન ન કરે તેના અથવા સમગ્ર સિસ્ટમ ક્રેશ ન થઇ જાય તેનુ પણ ધ્યાન રાખવામા આવશે. જેના માટે 10થી વધુ એથિકલ હેકર્સની મદદ પણ લેવાશે. જેઓ સિસ્ટમ હેક થતા બચાવશે.

READ  સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર વિપક્ષ એર સ્ટ્રાઇક સમયે મોદી સરકારની સાથે, કોંગ્રેસે કરી દીધી મોટી વાત

One more case of suspected Congo fever reported in Bhavnagar| TV9GujaratiNews

FB Comments