કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બાદ વાયનાડ માંથી પણ મોટો પડકાર આપશે ભાજપ, આ નેતાને ઉતારી કોંગ્રેસની મુશ્કેલી વધારવામાં આવશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક ઉપરાંત દક્ષિણ ભારતના કેરળના વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. જે સમાચાર આવતાં જ ભાજપ ત્યાં પણ કોંગ્રેસ અધ્યક્ષની મુશ્કેલી વધારી શકે છે.

એક અહેવાલ પ્રમાણે ભાજપ અમેઠીની સાથે સાથે વાયનાડમાં પણ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોના અનુસાર ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોઈ પણ વરિષ્ઠ નેતાને મેદાનમાં ઉતારી શકે છે. જેમાં સ્મૃતિ ઇરાની એક નેતા હોય શકે છે.

આ માટે ભાજપ અને બીજેડીએસ (ભારત ધર્મ જન સેના) જેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જેના પર થોડાં સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. બંને એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે કે જો રાહુલ ગાંધી વાયનાડથી મેદાનમાં ઉતરે છે તો ત્યાં ગઠબંધન કરી કોંગ્રેસ અધ્યક્ષ સામે મુશ્કેલી વધારી શકાય છે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ આગામી મુખ્યમંત્રી અંગે NCP પ્રમુખ શરદ પવારના સંકેત

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

બીજેડીએસ નેતૃત્વના વરિષ્ઠ નેતાઓએ પણ સ્પષ્ટતા કરી છે કે વાયનાડ બેઠક પરથી ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. તેમજ રાજ્યમાં ભાજપના નેતા શ્રીધરનના અનુસાર, જો કોંગ્રેસ અહીંથી પોતાનું નામ ફાઇનલ કરે છે તો ત્યાંથી મજબૂત લડાઇ જોવા મળી શકે છે. અને પાર્ટી અહીંથી વરિષ્ઠ નેતાં ને જ મેદાનમાં ઉતારશે.

READ  મહારાષ્ટ્રના મુદ્દે સંસદમાં કોંગ્રેસના સાંસદોએ બેનર સાથે કર્યો હોબાળો, માર્શલોએ ધક્કામુક્કી કરી હોવાનો આક્ષેપ

Surat woman face trouble in budget management due to onion price hike | TV9GujaratiNews

FB Comments