લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના ‘મૈં ભી ચોકીદાર’ સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પઇન

કોગ્રેસના ચોકીદાર ચોર હૈના કેમ્પેઇનિંગની સામે બીજેપીએ હવે મૈં હું ચોકીદાર કેમ્પઇન લોન્ચ કર્યુ છે. જેમાં ચોકીદાર કે સિક્યોરીટીની નોકરી સાથે જોડાયેલા અસંગઠિત કામદારોને બીજેપીએ મૈ ભી ચોકીદારનુ ટીશર્ટ વહેચવાની શરુઆત કરી છે. બીજેપી હવે 2014માં ચા વાળા કેમ્પેઇનને ચોકીદાર થકી રિપીટ કરવા જઇ રહી છે. ત્યારે રાજકીય નિષ્ણાંતો માને છે કે 2014ની પરિસ્થિતિ અલગ હતી અને 2019ની પરિસ્થિતિ અલગ છે. ચા વેચવીએ ગરીબીનો પ્રતિક છે, જ્યારે ચોરી કરવીએ ગુન્હાનો પ્રતિક છે.

બીજેપી હવે ચોકીદારોના ભરોસે

રાફેલ વિમાન સોદાને લઇને કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જે રીતે આક્રમક છે અને આ મુદ્દાને છોડવા માંગતા નથી. તેનાથી લાગે છે કે ચોકીદાર ચોરના નારા થકી તેઓ 2019માં પણ બીજેપીને પછડાટ આપવાની રણનિતિ બનાવી રહ્યા છે. ત્યારે બીજેપીએ ચોકીદાર ચોરના નાારના ખાળવા માટે મૈ ભી ચોકીદાર કેમ્પેઇનિંગ લઇ આવી છે. આ કેમ્પેઇનિગમાં દેશભરના ચોકીદારોને જોડીને ટીશર્ટ આપવું અને રાહુલ ગાંધી નાના માણસ અને ખાસ કરીને ચોકીદાર સ્તરના લોકોને ચોર કહી રહ્યા છે. તેવી ભાવના ઉત્પન્ન કરવાની છે. જેથી નાના અને મધ્યમ વર્ગ વડાપ્રધાન અને બીજેપીના આ કેમ્પેઇનિગ સાથે જોડાય.

READ  રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO


શું કહે છે બીજેપી ?

બીજેપીના નેતા અને ધારાસભ્ય હર્ષ સંધવીની માનીએ તો જે રીતે કોગ્રેસના યુવરાજ રાહુલગાંધી ચોકાદાર ચોર છે. તેમ કહે છે તેનાથી દેશમાં વ્યવસાયે ચોકીદાર સિક્યુરીટીની કામગીરી કરતા અસંગઠિત મજુરોના આત્મ સમ્માનને ઠેસ પહોચે છે. આવી રીતે તેમને વડા પ્રધાન સાથે જોડવામા આવી રહ્યા છે. ત્યારે તેમને આત્મ સમ્માન અપાવવા માટે વડા પ્રધાનની અનેક યોજના થકી તેમને મદદ મળી છે. આમા ખોટું કઇ નથી. આનાથી નિશ્ચિત છે નાના લોકોને અમે બીજેપી સાથે જોડીશું.

READ  DGP Shivanand Jha suspends Mehmdavad PSI due to job negligence - Tv9 Gujarati

શું કહે છે કોગ્રેસ ?

કોગ્રેસના પ્રવક્તા ડો હિમાશુ પટેલની માનીએ તો સારું થયુ બીજેપીએ આ કમ્પેઇનિગંની શરુઆત કરી.  આનાથી અમારા પ્રચારને વધુ બળ મળશે. લોકો ખબર પડશે કે ચોકીદાર કેવી રીતે ચોરી કરી છે અને દેશના ટેક્સપેયરના નાણાં ધનપતિઓના ખિસ્સામાં નાખી રહ્યા છે. તેમના આ કેમ્પેઇનિગમાં સામાન્ય અને ગરીબ લોકો તો નહી જ જોડાયા. હા તેઓ લોકોને મુરખ બનાવવામાં માહેર છે તો કેટલાક લોકો જોડાઇ શકે છે. પણ મોટા વર્ગમાં તો ચોકીદાર ચોર છે તેવી વાત પકડાઇ ગઇ છે.

નિષ્ણાંતો શું માને છે ?

બીજેપીના નવા કેમ્પેઇનિગં અંગે રાજકીય નિષ્ણાંત હરિભાઇ દેસાઇ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કહેતા રહ્યા છે. તેઓ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ પોતાને ચોકીદાર તરીકે જ પ્રસ્થાપિત કરતા રહ્યા છે. ત્યારે રાફેલ ડીલમાં જે રીતે કોંગ્રેેસે વિવિધ પ્રકારના પુરાવા આપ્યા. આરોપ લગાવ્યા તેનાથી તેને મધ્ય પ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મળી છે. આ વાત થી બીજેપી અને વડા પ્રધાન નેરન્દ્રમોદી સુપેરે વાકેફ થઇ ગયા છે. જેથી હવે તેઓ મૈભી ચોકીદાર કેમ્પેઇનિંગ લોન્ચ કર્યું છે. તેઓ લોકો સુધી ટી શર્ટ કે પ્રચારના માધ્યમથી પહોચી રહ્યા છે. જે રીતે વડાપ્રધાન ચોકીદાર ચોરની સામે નવુ પ્રચાર અભિયાન લાવ્યા તેનાથી સાબિત થયું છે કે બીજેપીમાં ચોકીદાર ચોર કેમ્પેઇનથી સન્નીપાત થયો છે.

READ  મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી, આ 10 બેઠક પર છે સૌ કોઈની નજર

Oops, something went wrong.

FB Comments