વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?

ગુજરાતમાં હવે બીજેપી 26 સીટો જીતવા માટે જાદુગરોનો સહારો લેવા જઇ રહી છે. ચૂંટણી કેમ્પેઇન માટે બીજેપી 50થી વધુ જાદુગરોને ગુજરાતના વિવિધ લોકસભા સીટો ઉપર ઉતારશે. તેમાં પણ આ જાદુગરોને નાગપુરથી ખાસ બોલાવાયા છે. ત્યારે ગુજરાતના જાદુગરોમાં નારાજગી વર્તાઇ રહી છે. આ મુદ્દે હાલ તો સ્થાનિક બીજેપીના નેતાઓ કઇ બોલવા તૈયાર નથી, તો કોગ્રેસ આ મુદ્દે હવે કટાક્ષ કરી રહી છે.

લોકસભા દીઠ જાદુગરોની બે ટીમ

બીજેપી ગુજરાતમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ થીમ ઉપર કેમ્પેઇન લોન્ચ કરી રહી છે. પ્રથમ તબક્કામાં બીજેપીએ લાઇવ ટબ્લો લોન્ચ કર્યું. જેમાં ગુજરાતના લોક ગાયકો ગીતોના માધ્યમથી મતદારો સુધી બીજેપીના ગુણગાન રજુ કરાશે. 5 એપ્રિલથી બીજેપી હવે જાદુગરોના લાઇવ શોની થીમ ઉપર પ્રચાર અભિયાન લોન્ચ કરશે.

આ પણ વાંચો : મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર

જેમાં લોકસભા પ્રમાણે જાદુગરોના બે ટીમ તૈયાર કરાશે જે લોકસભા દીઠ આવેલ વિધાનસભામાં બીજેપીની ઉપલ્બધીઓ ગણાવતુ શો કરશે અને મતદારોને આકર્ષશે. પણ તમને એ પણ બતાવી દઇએ કે આ વખતે આ જાદુગરોને નાગપુરથી બોલવાયા છે. જેને લઇને ગુજરાતના જાદુગરોને અન્યાય થવાની લાગણી થઇ રહી છે.

ગુજરાતી જાદુગરોના બદલે નાગપુરી જાદુગરોને લઇને કચવાટ

તમને એ પણ બતાવી દઇએ કે 2017માં બીજેપીએ વિધાનસભામાં જાદુગર થીમ ઉપર કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. ગુજરાતના જાદુગરોને જ સમગ્ર કામગીરી સોપાઇ હતી ત્યારે બીજેપીના 150ની ટાર્ગેટ સામે માત્ર 99 સીટ આવી હતી. પણ આ વખતે સ્થાનિક જાદુગરોના બદલે નાગપુરી જાદુગરોને સમગ્ર કોન્ટ્રાક્ટ અપાતા સ્થાનિક જાદુગારોમાં નારાજગી છે. કારણ કે ગુજરાતીઓને તકો આપવાના બદલે બીજેપી પોતે બહારના લોકોને કામ આપી રહી છે. જેના કારણે સ્થાનિકો જાદુગરોમાં રોષ છે ત્યારે સ્થાનિક જાદુગરો હવે કોગ્રેસનો સંપર્ક પણ કરી શકે છે.

જાદુગરીના ખેલ ઉપર વાર પ્રતિવાર

આ મુદ્દે બીજેપીના સ્થાનિક પ્રવક્તા માનીએ તો પાર્ટી વિવિધ સમયે પ્રચાર પ્રચારની અલગ અલગ થીમ ઉપયોગ કરતી હોય છે.આ જ ચલનમાં જાદુગરોનો શો પણ છે પણ કોને કામ આપવુ કોને નહી તે હાઇ કમાન્ડ જ નક્કી કરે છે. આ મુદ્દે કોગ્રેસના પ્રવક્તા હિમાશુ પેટલની માનીએ તો બીજેપી હવે ગુજરાતમાં જનાધાર ગુમાવી રહી છે જેથી 2017માં પણ તેઓએ એ કિમિયો અપનાવ્યો હતો પણ માત્ર 150 સીટની સામે 99 સીટ બીજેપીને મળી હતી. ત્યારે આ વખતે તો આર એસ એસના હેડક્વાર્ટર છે ત્યાંથી જાદુગરોને બોલાવાયા છે. એટલે સ્થાનિક જાદુગરો બદલે નાગપુરીયા જાદુગરો કેવી રીતે બીજેપીને મત અપાવી શકશે બીજેપીની હતાશા છે.

Surat :Kamrej, Palsana receiving rain showers, people get relief from scorching heat|Tv9GujaratiNews

FB Comments

Anil Kumar

Read Previous

નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી

Read Next

કયા સુધી ચાલશે 2 બેઠક પરથી ચૂંટણી લડવાનું રાજકારણ? પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે, સુપ્રીમમાં સુનાવણી 10 એપ્રિલે

WhatsApp પર સમાચાર