‘ચિલ્લર મેન’ ઉમેદવાર 25 હજારના સિક્કા લઈને પહોંચ્યો પોતાનું નામંકન દાખલ કરવા માટે, ક્લેકટરને પણ આવી ગયા આંખે અંધારા !

લોકસભાની ચૂંટણી માટે વિવિધ પ્રકારના રાજકીય સ્ટંટ જોવા મળતાં હોય છે. ત્યારે તમિલનાડુમાં થોડાં દિવસ પહેલાં એક નવો જ પ્રકારનો સ્ટંટ જોવા મળ્યો છે. જ્યાં એક ઉમેદવારો પોતાની બેઠક પરથી ફોર્મ ભર્યું હતું.

સોમવારે એક ફોટો સામે આવ્યો છે. જેમાં એક અપક્ષ ઉમેદવારે પોતાના ફોર્મ સાથે જમા કરવાની રકમ રૂ. 25 હજાર માટે ચૂંટણી અધિકારીને સિક્કા આપ્યા હતા. કુપ્પલજી દેવાદોસે પોતાના જમાનત માટે જે 25 હજાર રૂપિયા આપવાના હોય છે તેના માટે એક વાસણમાં સિક્કા લઈને પહોંચ્યા હતા.

READ  જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

આ પણ વાંચો : ગોવામાં મોડી રાત્રે કોંગ્રેસ માટે આવ્યો ભૂકંપ, અડઘી રાત્રે MGP ના બે ધારાસભ્યો ભાજપમાં થયાં સામેલ

જેના માટે તેઓ એક વાસણ લઈને જ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જેમાં 1 2 અને 5 ના સિક્કા રહેલાં હતા. જેને ગણવા માટે પણ ક્લેકટર કચેરીના અધિકારીઓને પણ ઘણી તકલીફ થઈ હતી. જો કે કુપ્પલજી દેવાદોસને ચિલ્લર મેન નામ આપવામાં આવ્યું છે.

READ  આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

તમિલનાડુમાં 39 લોકસભાની બેઠકો પર બીજા ચરણમાં 18 એપ્રિલના રોજ મતદાન થશે. જેના માટે 26 માર્ચ સુધીમાં ફોર્મ ભરવાના હતા. જેમાં કુપ્પલજીએ ચેન્નાઈ સેન્ટ્રલ બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.

Oops, something went wrong.

FB Comments