રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન શું ખરેખર પરિપૂર્ણ કરી શકાશે ?, દેશને થઈ શકે છે 10 લાખ કરોડ સુધીનો વધુ ખર્ચ

કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ન્યૂયનતમ આવક યોજનાથી લઈને ખેડૂતો માટે અલગ બજેટ સુધીનો ઘણાં વચનો આપ્યા છે. એટલું જ નહીં સરકારી નોકરીઓ પણ ભરવાનું કામ કરશે. તેમ જ લોકોને સ્વાસ્થ્યની પણ સેવા પૂરી પાડવાની વાત કરી છે. તેમજ જીએસટી સરળ બનાવવાની વાત કરી છે.

જો કે આ તમામ વચ્ચે મહત્વનો વાદો પૂરો કરવા માટે અર્થવ્યવસ્થા માટે પણ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. આ માટે સરકારને ઓછામાં ઓછો 10 લાખ કરોડનું વધારે ખર્ચ થઈ શકે છે. આ જાણવા માટે કોંગ્રેસના જાહેરાત પાછળ ઘણાં પ્રશ્નો રહેલાં છે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભાઈઓ વચ્ચે જામ્યો જંગ, ભાજપના વર્તમાન સાંસદ અને તેમના સગા ભાઈ એ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

ન્યૂનતમ આવક યોજના (NYAY)

કોંગ્રેસની સૌથી મહત્વકાંક્ષી અને સૌથી ખર્ચાળ યોજના છે. જેમાં દેશના 20 ટકા ગરીબોને વાર્ષિક 72 હજારની ચોક્કસ આવક મળી શકે છે. જેના માટે સરકારને 3.6 લાખ કરોડનો ખર્ચ થશે. જેના કારણે GDPમાં 1 ટકા અને બીજા વર્ષમાં 2 ટકાનો ખર્ચ થશે.

આ પણ વાંચો : અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગણાવ્યુ ઠગપત્ર

શિક્ષણ પાછળ 6 ટકા GDP

શિક્ષણ પાછળ ખર્ચ વધારવાની કોંગ્રેસ તરીકે જાહેરાત કરી છે. જેમાં રાહુલ ગાંધીએ હાલના જીડીપીના 4.6 ટકા શિક્ષણ પર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. વાર્ષિક 8.76 લાખ કરોડ રૂપિયાનો થાય છે, જે વાર્ષિક રૂ. 11.4 લાખ કરોડ પર પહોંચશે.

READ  VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

નવી નોકરી માટે તક

કોંગ્રેસ 2023-24માં દેશની સ્વસ્થ્ય સેવા પર હેલ્થ કેર પર જીડીપીના 3 ટકા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં હાલના હેલ્થકેરથી આવક ડબલથી પણ વધુ થવાની શક્યતા રહેલી છે. તેમજ જેના કારણે 2.47 લાખ કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. એટલું જ નહીં દેશનો સ્વસ્થ્ય ખર્ચ રૂ. 5.71 લાખ કરોડ પર પહોંચી શકે છે. તેમજ 2020 સુધીમાં દેશમાં 4 લાખ સરકારી પદો ભરવાનો પણ દાવો કર્યો છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા પણ 20 લાખ નોકરીઓના પદ ભરવા માટેની વાત કરી છે.

READ  હવે રેલવે પોલીસ કરશે આ નવા વાહન દ્વારા પેટ્રોલીંગ, સમસ્યા સર્જાતા RPFના જવાનો પહોંચી જશે પળવારમાં, જુઓ VIDEO

ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેન્દ્ર સરકારના બજેટની સરખામણીમાં રૂ. 10 લાખ કરોડનું ભારણ વધી શકે છે. હાલમાં ભારતનું વાર્ષિક બજેટ આશરે રૂ. 27.84 લાખ કરોડનો છે, જેમાં રૂ. 10 લાખ કરોડનો વધારો થઈ શકે છે. ભારતની આવકની 12 થી 14 ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે. જેના માટે હજી દેશના ભવિષ્ય પર પણ કેવી અસર થશે તે આગામી સમયમાં જોવા મળશે.

Oops, something went wrong.

FB Comments