માં ગંગાના આશીર્વાદ મેળવી પ્રિયંકા વાડ્રા આજથી ઉત્તર પ્રદેશમાં શરૂ કરશે ચૂંટણી પ્રચાર, પ્રયાગરાજ થી વારણસી સુધી કરશે ‘ગંગાયાત્રા’

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ હવે ઉત્તર પ્રદેશમાં કોઇ જ કસર છોડવા માંગતું નથી. કોંગ્રેસના પૂર્વીય ઉત્તર પ્રદેશના મહામંત્રી તરીકે નિમાયેલાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી ટક્કર લેવાનું નક્કી કર્યું છે અને એ માટે તેઓ આજથી ચાર દિવસ માટે ઉત્તર પ્રદેશમાં રહેશે.

કોંગ્રેસ મહાસચિવે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે નદી રૂટ પસંદ કર્યો છે. ‘ગંગા બોટયાત્રા’ દ્વારા લોકો સાથે સીધો સંપર્ક બનાવવાનું એમણે નક્કી કર્યો છે. ‘ગંગાયાત્રા’ શરૂ કરવા માટે પ્રિયંકાને સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી મળી ગઈ છે. આજે લખનઉ પહોંચ્યાં બાદ તેઓ આજે સાંજે જ પ્રયાગરાજ પહોંચશે.

READ  સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે

આ પણ વાંચો : શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? તો આ રીતે સરળતાથી Election Commissionની એપ પરથી મેળવી શકશો

મહામંત્રી બન્યાં બાદ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાનો આ બીજો પ્રવાસ છે. તેઓ સોમવારે પ્રયાગરાજ અને વારાણસીના અસ્સી ઘાટ વચ્ચે ગંગા નદીના 140 કિ.મી.ના રૂટ પર નૌકાપ્રવાસ કરશે. આ રૂટ પર આવતા નગરો અને ગામોનાં નદીકાંઠે રહેતા લોકોને તેઓ મળશે અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરશે.

જલયાત્રા માટેની પરવાનગી શનિવારે મોડી રાતે કોંગ્રેસને આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાના આ ચાર દિવસના રોકાણ દરમિયાન કેટલાક મંદિરો તથા દરગાહની પણ મુલાકાત લેશે. જેમાં તેઓ સ્ટીમરમાં પ્રવાસ કરશે અને નદીકાંઠે વસતા મતદારોને મળીને એમની સાથે વાતચીત કરશે.

ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસનો અંત વારાણસીમાં આવશે. વારાણસી વડા પ્રધાન મોદીનો સંસદીય મતવિસ્તાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશ રાજ્યમાં માત્ર બે જ બેઠક મળી હતી – અમેઠી અને રાયબરેલી. અમેઠીમાંથી રાહુલ ગાંધી અને રાયબરેલીમાંથી એ વખતનાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ચૂંટાઈ આવ્યાં હતાં.

READ  લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો 'નમો' પ્રેમ

Oops, something went wrong.

FB Comments