• March 24, 2019

અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે

કોંગેસની વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદ ખાતે યાજાશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે. દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. મહત્વની વાત તો એછેકે,રાજકારણમાં એન્ટ્રી લીધાં બાદ પ્રિયંકા ગાંધી પ્રથમવાર જનમેદનીને સંબોધન કરશે. ગુજરાત કોંગ્રસના ધારાસભ્યો એક પછી એક કોંગ્રેસમાં જઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં વર્ષ 1961માં ભાવનગર ખાતે મળેલી કોંગ્રેસ કાર્યકારિણની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં બીજી વખત આજે તા. 12મી માર્ચના દાંડીકૂચ દિને મળશે.

આજની કોંગ્રેસની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કરશે. આ બેઠકમાં હાજરી આપવા માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ કેશવચંદ યાદવ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે જ સાંસદ કુમારી શૈલજા, આનંદ શર્મા, પ્રિયંકા ચતુર્વિદી, ડો.સંજીવા રેડ્ડી, સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પહોચ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. ગત ઓક્ટોબર મહિનામાં CWCની બેઠક મહારાષ્ટ્રના વર્ધામાં થઈ હતી. બેઠકમાં ખેડૂતોના દેવામાફી,બેરોજગારી,ભ્રષ્ટાચાર, મોંઘવારી,આતંકવાદ નાબૂદી સહિતના મુદ્દે સંકલ્પ લઇ ઠરાવો પસાર કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવુ તે અંગે પક્ષિય કાર્યક્રમોની ય રુપરેખા ઘડવામાં આવનાર છે. આ બેઠકમાં દેશની આર્થિક,રાજકીય,આંતરિક અને બાહ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠક બે કલાક ચાલશે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

મહત્વનું છે કે, 12 તારીખે અડાલજ ખાતે કોંગ્રેસની જાહેર સભા પહેલા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિત કોંગ્રેસના નેતાઓ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે ત્યારબાદ શાહીબાગ શહીદ સ્મારક ખાતે પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મારક ખાતે યોજાશે બેઠક પૂર્ણ થયા બાદ અડાલજ ખાતે જાહેર સભા સંબોધશે.

Pakistan will celebrate if Congress wins LS polls: Gujarat CM Vijay Rupani- Tv9

FB Comments

Hits: 292

TV9 Web Desk6

Read Previous

એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

Read Next

લોકસભાની ચૂંટણી સમયે ફરી ઉઠ્યાં નોટબંધીના પ્રશ્ન, RBIની પાસે હજી પણ નથી મળી રહ્યા પૂરતા ડેટા, RTI માં થયા ચોંકવનારા ખુલાસા

WhatsApp chat