લોકસભા-2019ની ચૂંટણી વીરેન્દ્ર સહેવાગે લડશે કે નહીં ?, ભાજપના વરિષ્ઠ નેતાએ જ કર્યો ખુલાસો

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ ક્રિકેટર થી લઈ બોલિવૂડ સ્ટારને મનાવવામાં લાગી રહ્યા છે. આ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર ખેલાડી વીરેન્દ્ર સેહવાગે અંગત કારણોનો હવાલો આપતાં લોકસભા ચૂંટણી માટેના ભાજપના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે. દિલ્હીના ભાજપ નેતાએ આ અંગે માહિતી આપી છે.

ભાજપ નેતાએ કહ્યું કે, સેહવાગની ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર રાજનીતિમાં ડગ માંડવા અને દિલ્હીથી ચૂંટણી લડવા મુદ્દે ગંભીર છે. સહેવાગનું નામ પશ્ચિમી દિલ્હીથી સીટ માટે ચાલી રહ્યું હતું જેના પર આ સમયે ભાજપનાં પ્રવેશ વર્મા સાંસદ છે. જો કે સેહવાગે અંગત કારણોનો હવાલો આપી પ્રસ્તાવ ફગાવી દીધો છે.

આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે

વરિષ્ઠા નેતાએ જણાવ્યું કે, સહેવાગે કહ્યું કે, તેઓ રાજનીતિ અથવા ચૂંટણી લડવામાં હાલ રસ નથી ધરાવતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં એવા સમાચારો આવ્યા હતા કે સેહવાગ ભાજપની ટીકિટ પર હરિયાણામાં રોહતકથી ચૂંટણી લડશે. જો કે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડીએ ટ્વીટર પર કહ્યું હતું કે, કેટલીક એવી વસ્તુઓ છે જે હજી નથી બદલી, જેમ કે આ પ્રકારની અફવા.

આ અગાઉ 2014માં પણ એવું થયું હતું અને 2019ની અફવામાં કોઇ જ નવાઇ નથી. ન તો ત્યારે રસ હતો, ના હાલમાં આ વાત અહીં જ ખતમ. જો કે લોકસભા ચૂંટણી માટે યોજાઇ રહેલી બેઠકમાં ગંભીરે ભાગ લેવાનું ચાલુ કરી દીધું છે. જેના પર પણ હજી સુદી કોઇ જ જાહેરાત થઈ નથી. અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં 12 મેનાં રોજ ચૂંટણી છે.

AMC seals 5 tuition classes, other units for putting up illegal hoardings on roads - Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે

Read Next

ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

WhatsApp chat