જાણો, લોકસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોણ કરોડપતિ ઉમેદવાર અને કોણ ગરીબ?

લોકસભાની ચૂંટણીના સાત તબકકામાંથી 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ તમામ સીટ પર લડી રહેલાં ઉમેદવારોમાં ઘણાં બધા ઉમેદવારો કરોડપતિ છે તો ઘણાં ઉમેદવારોની સંપતિ સાવ જ ઓછી છે.

લોકસભાની ચૂંટણીને લઈને જો પ્રથમ તબક્કામાં નજર કરીએ તો સૌથી વધારે મહત્ત્વની બેઠક તેલગાંણાની ચેવેલ્લા લોકસભા છે. અહીંયા સૌથી વધારે અમીર નેતાની સામે સૌથી ગરીબ નેતા મેદાનમાં છે. ઈલેક્શન વોચ અને એડીઆરના અહેવાલ પ્રમાણે જોવા જઈએ તો આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કોંડા વિશ્વેવરની રેડ્ડીની સંપતિ 895 કરોડની છે તો તેની સામે જ ચૂંટણી લડી રહેલાં નલ્લા પ્રેમ કુમારની સંપતિ 500 રુપિયા છે.

READ  અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

એડીઆરના અહેવાલ પ્રમાણે પ્રથમ ચરણના કુલ 1279 ઉમેદવારોમાંથી 401 ઉમેદવારો એટલે કે 32% ઉમેદવારો કરોડપતિ છે.

પ્રથમ ચરણમાં સૌથી વધારે સંપતિ ધરાવનાર ઉમેદવાર કોંગ્રેસના તેલગાંણાના ચેવેલ્લા સીટ પરથી લડી રહેલાં વિશ્વેવર રેડ્ડી છે અને તેની સંપતિ 895 કરોડની છે. બીજા નંબર જો સંપતિની દષ્ટિએ જોવા જઈએ તો વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રસાદ વીરા પોતલુરી છે જે વિજયવાડા સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. આ જ પાર્ટીના રઘુરામ કૃષ્ણ રાજુ જેની સંપતિ 325 કરોડની છે.

READ  NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર 'None of the Above'? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

 

 

સૌથી ગરીબ જોવા જઈએ તો પ્રથમ તો નલ્લા પ્રેમ કુમાર છે જે તેલગાંણાના ચેવેલ્લા સીટ પરથી લડી રહ્યાં છે. બીજા નંબરે સૌથી ગરીબ સીપીઆઈના ઉમેદવાર રાજેન્દ્ર કેદ્રુકા છે જેની સંપતિ 565 રુપિયાની છે.

કરોડપતિની સંપતિ મુજબ જોવા જઈએ તો પ્રથમ તબક્કામાં 5 કરોડથી વધારે સંપતિ ધરાવનારા 177 ઉમેદવારો છે. 2 કરોડથી 5 કરોડની સંપતિ ધરાવનારા ઉમેદવારોની સંખ્યા 99 છે. જ્યારે 50 લાખથી 2 કરોડની સંપતિ ધરાવનારા ઉમેદવારોની સંખ્યા 254 ઉમેદવારો છે.

READ  લોકસભાની ચૂંટણી જીતવા માટે હવે જવાબદારી ધારાસભ્યોના માથે, ભાજપનો માઇક્રો પ્લાનિંગ

ક્યાં પક્ષના કેટલાં ટકા ઉમેદવારો કરોડપતિ?

1. કોંગ્રેસના 83માંથી 69 ઉમેદવારો કરોડપતિ(83%)
2. ભાજપના 83માંથી 65 ઉમેદવારો કરોડપતિ (78%)
3. બીએસપીના 32માંથી 15 ઉમેદવાર કરોડપતિ(47%)
4. ટીડીપીના 25માંથી 25 ઉમેદવાર કરોડપતિ(100%)
5. વાયએસઆર કોંગ્રસના 25માંથી 22 કરોડપતિ(88%)
6. ટીઆરએસના 17માંથી 17 ઉમેદવાર કરોડપતિ(100%)

Top News Stories Of Gujarat : 16-09-2019 | Tv9GujaratiNews

FB Comments