હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. GST કાઉન્સિલ તરફથી પોતાના ઘરનું સપનું જોતા લોકોને મોટી રાહત મળી છે.

ઘર પર લાગતાં ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST)માં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. બાંધકામ યોજના હેઠળમાં મકાનો પર GSTનો દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જ્યારે અર્ફોડેબલ હાઉસિંગ પર GSTનો દર 8%થી ઘટાડીને 1% કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા રીઅલ એસ્ટેટને વેગ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

 

READ  બજેટ 2019ની જાહેરાત બાદ Income taxમાં કોને રાહત અને કોના પર બોજો?

GST કાઉન્સિલની બેઠક પછી GSTમાં મોટી રાહતની જાહેરાત નાણાં મંત્રી અરૂણ જેટલીએ કરી છે. તેમને કહ્યું કે રીઅલ એસ્ટેટ સેકટરને અમે વધારવા માંગીએ છીએ. બેંગલૂરૂ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં 60 વર્ગ મીટર સુધીના વિસ્તારના મકાનને મોંઘા ગણવામાં આવશે.

આ પણ વાંચો : પુલવામાના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા વાપીમાં ‘સ્ટ્રીટ ફોર ઓલ’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

જ્યારે નોન-મેટ્રો શહેરોમાં 90 વર્ગ મીટર સુધીના વિસ્તારના મકાનને સસ્તું ગણવામાં આવશે. જેની મહતમ કિંમત 45 લાખ રૂપિયા હશે. GSTના નવા દરો 1 એપ્રિલ 2019થી લાગુ થશે.

READ  લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો 'સબક' તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ

[yop_poll id=1763]

EPFO issues WhatsApp numbers to solve employees' issue | Tv9GujaratiNews

FB Comments