’26 અનાર 150 બિમાર’,ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને મળ્યા 150 ટિકિટ વાંચ્છઓ, શું 12 જૂનાજોગીઓની ટિકિટ પણ કપાશે ?

બીજેપી હવે 14 ધારાસભ્યના્ ટીકીટ કાપી શકે છે,

બીજેપીમાં હવે નિરીક્ષકોએ કાર્યકર્તાઓને સાંભળવાની કામગીરી પુર્ણ થઇ છે. સુત્રોની માનીએ તો 150થી વધુ ઉમેદવારોએ ઇલેક્શન લડવા માટે દાવેદારી નોંધાવી છે. કોને ટિકિટ આપવી કોને નહીં તેના માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ગાંધીનગરમા સીએમ નિવાસ સ્થાને શરુ થશે. એવું મનવામાં આવે છે કે બીજેપી 26 પૈકી 14 ઉમેદવારોની ટિકિટ કાપવા જઇ રહી છે તો અનેક સીટો માટે વિવાદ પણ થઇ રહ્યુ છે.

3 નામોની પેનલમાં પણ થઇ શકે છે તકલીફ

બીજેપીએ હવે ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી પુર્ણ કરી છે. બીજેપીની પ્રદેશ નેતાગિરી માને છે કે અંદાજિત 150ની આસપાસ ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે. જેમાં રાષ્ટ્રીય નેતૃત્વથી માંડી સ્થાનિક કક્ષાના નેતાઓના નામની ચર્ચા થઇ છે. બીજેપીની પ્રદેશ ચૂંટણી સમિતિ હવે 17થી 19 તારીખ સુધીમાં ઉમેદવારોની પેનલ બનાવી દેશે. અનેક એવા લોકસભા સીટો છે જ્યાં માત્ર 2 નામો આવ્યા છે. તો વલસાડ બનાસકાઠા અને અમેરેલી જેવા સેન્ટર્સ ઉપર પણ 10થી વધુ લોકોએ ઉમેદવારી નોધાવી છે.  હવે ચૂંટણી સમિતિ સામે પડકાર રહેવાનો છે છે કે કયા 3 નામોની પેનલ તૈયાર કરે.

READ  અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું એરપોર્ટ પર આગમન, 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને લઈ CM અને પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરશે

14 સીટીસ સાસંદો કપાઇ શકે છે

બીજેપી સુત્રોની માનીએ તો બીજેપી આ વખતે 14 જેટલા સીટીગ સાસંદોની ટિકિટ કાપી શકે છે. જેમાં હરિભાઇ ચૌધરી, પરેશ રાવલ, રંજન બેન ભટ્ટ, જયશ્રી બેન પટેલ, એલ કે આડવાણી ,લીલાધર વાધેલા નારાણ કાછડીયા, રાજેશ ચુડાસ્મા, દીપ સિંહ, દર્શના જરદોશ કિરીટ સોલંકી રામ સિહ રાઠવા, વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.  તેમની સામે નવા ઉમેદવારને તક મળી શકે છે.

READ  VIDEO:દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં, જુઓ અરબ સાગરનો આહલાદક નજારો

ગાંધીનગર સીટને લઇને થયો છે વિવાદ

ગાંધીનગર સીટ માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ નામ ચર્ચામાં છે. તો હવે આનંદી બેન પેટલ પણ આ સીટ ઉપરથી પોતાની દાવેદારી નોંધાવી ચુક્યા છે. જેના કારણે બન્નેના સમર્થકોમાં હુસા તુસી વધી ગઇ છે. પાટીદાર સમાજનો એક જુથ હવે પીએમ સુધી એવી વાત પહોચાડવામા લાગ્યો છેકે જો અમિત શાહ ગુજરાતમાથી લોકસભા લડશે તો પાટીદારો નારાજ થઇ શકે છે. હાર્દિક પટેલ અને કોગ્રેસ જીએમડીસી ગ્રાઉન્ડમા થયેલા પાટીદારો ઉપર અત્યાચાર અને પોલીસ દમનની વાત ઉખેડી શકે છે. જો પાટીદારોની નારાજગી ફરી જાગી તો તેનો વ્યાપક નુકશાન સમગ્ર ગુજરાતમા થઇ શકે છે. ત્યારે લાગે છેકે વિવાદ ટાળવા એલ કે આડવાણીને ફરી ટિકિટ અપાઇ શકે છે. તો હવે એલ કે આડવાણીને પણ ટિકિટ ન અપાય તો કોઇ નવા નામ ઉપર પર ચર્ચા થઇ શકે છે, તો વલસાડની સીટ ઉપર સીકે પટેલ અને ડી કે પટેલ બન્ને ભાઇઓએ દાવેદારી નોધાવી છે.

READ  Surat receives 2.5 inch rainfall in 2 hours - Tv9 Gujarati

Oops, something went wrong.

FB Comments