લોકસભા ચૂંટણી-2019: ગુજરાતમાં પ્રચાર માટે માત્ર છે 43 દિવસ, ભાજપે 26 બેઠક પર જીત મેળવવા માટે શરૂ કરી તડામાર તૈયારીઓ

ચૂંટણી નજીક આવતાં જ ભાજપ પોતાની રણનીતિ બદલવામાં લાગી રહ્યું છે. રવિવારથી જ ભાજપ પ્રદેશ જીતુભાઇ વાઘાણીએ રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર સાથે બેઠક કરી હતી જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

આ બેઠક બાદ જીતુ વઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ચૂંટણી માટે માત્ર 43 દિવસો રહ્યા છે. જે જોતાં પાર્ટીએ 26 બેઠકો પર ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યું છે. તમામ બેઠકોના નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે. જે તમામ પર સોમવારથી જ કામ ચાલું થયું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે સાથે જ જણાવ્યું કે, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા લાંબા સમયથી ચાલી રહી છે. જેના માટે દિલ્હીથી પણ મંજૂરી મેળવવામાં આવી રહી છે. જે પછી જ નામની અંતિમ પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો : લોકસભા પહેલાં કોંગ્રેસ માંથી વધુ એકે છોડ્યો હાથ, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ હવે કેસરિયો ધારણ કરશે 

કોંગ્રેસ માંથી ભાજપમાં આવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જીતુ વઘાણીએ કહ્યું કે, ભાજપ સાથે જોડાઇ રહેલાં તમામ નેતાઓને આવકાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટેની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. અમે અહીં 26 બેઠકો પર રેકોર્ડ બ્રેક જીત માટે આગળ વધી રહ્યા છે.

Rajkot: District milk producers union increases price of milk by Rs 20 per fat kg| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકસભા પહેલાં કોંગ્રેસ માંથી વધુ એકે છોડ્યો હાથ, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ હવે કેસરિયો ધારણ કરશે

Read Next

ચૂંટણીની તારીખોને લઇને જ વિપક્ષે શરૂ કરી રાજનીતિ, રમઝાનની આડમાં ચૂંટણી પંચ પર ઉઠાવી રહ્યા છે સવાલ

WhatsApp પર સમાચાર