ગુજરાતમાં કોગ્રેસને વિધાનસભા ચૂંટણીમા મોટો ફાયદો પહોંચાડનાર હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિમુર્તી વિખેરાઈ, લોકસભા પહેલા એક નો પણ ન દેખાયો દમ. 

લોકસભા ચૂંટણી 2019માં તમામ પક્ષોની નજર ગુજરાત પર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ હોમ ગ્રાઉન્ડ હોવાથી તમામની નજર ભાજપના પ્રદર્શન પર રહેલી છે. 2014માં ભાજપે ગુજરાતની તમામ લોકસભા સીટ પોતાના હસ્તગ કરી હતી. કોગ્રેસ ભાજપનો જે કિલ્લો ભેદવામાં સફળ રહી ન હતી તે કિલ્લાને સલામત રાખવાનો પડકાર હતો.

2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે ખરાખરીને જંગ હતો. મતગણતરીની સમયે એવુ પણ લાગી રહ્યું હતું કે, ગુજરાતમાં કોગ્રેસની સરકાર બની જશે. પરંતુ અંતમાં ભાજપે બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોગ્રેસની મજબુતી પાછળ 3 યુવા નેતા હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનુ મહત્વનું યોગદાન હતું. પરંતુ 2019ની ચૂંટણી પહેલા સ્થિતી બદલાઈ ગઈ.

READ  હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

હાર્દિક પટેલ

પાટીદાર આંદોલનનો સૌથી મોટો ચહેરો અને યુવા નેતા હાર્દિક પટેલ અનામતના મુદ્દે લાંબા સમયથી ભાજપની સામે વિરોધ કરી રહ્યો હતો. વિધાનસભા ચૂંટણી પહેલા તે કોંગ્રેસનુ સમર્થન કરતો હતો. માર્ચ 2019 આવે તે પહેલા તે કોંગ્રેસમાં જોડાઈ ગયો. અને જામનગરથી ચૂંટણી લડવાની તૈયારી પણ શરૂ કરી હતી. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવાના સ્વપ્ન પર પાણી ફેરવી દીધું.

READ  બેરોજગારીમાં થશે વધારો! ભાવનગરના ઉદ્યોગો મુશ્કેલીમાં, જુઓ VIDEO

અલ્પેશ ઠાકોર

સૌથી મોટો ફટકો અલ્પેશ ઠાકોર હતો. જેણે કોંગ્રેસનો હાથ છોડી દીધો. લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા પાર્ટી છોડી દીધી. ઉપરાંત અન્ય બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસથી અળગા થઈ ગયાં.

જિગ્નેશ મેવાણી

2017 વિધાનસભા ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી વડગામથી જીત મેળવી હતી. ત્યાર બાદ અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપ વિરોધી પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં તે બેગૂસરાયમાં કન્હૈયા કુમારનો પ્રચાર કરી રહ્યાં છે.

 

READ  VIDEO: કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસનું ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન

3 યુવા નેતાઓ પર અપેક્ષા રાખી રહેલી કોંગ્રેસ અત્યારે મુશ્કેલીમાં હોય તેવુ સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસ પહેલેથી જ ભાજપના ચક્રવ્યુહને તોડવામાં નિષ્ફળ રહી હતી. એવામાં કોંગ્રેસ માટે કપરા ચડાણ હોય તેવુ સ્પષ્ટ થઈ ગયું છે.

Gujarat: One arrested for duping jewelers- Ahmedabad| TV9News

FB Comments