વડાપ્રધાન મોદીને ફરી થી સત્તામાં લાવવા માટે ઇડરમાં યોજાયો મહાયજ્ઞ, ‘એકબાર ફીર સે મોદી સરકાર’

એક તરફ લોકસભાની ચુંટણી આવી રહી છે તો બીજી તરફ હવે મોદી સરકારની કામગીરી થી પ્રભાવીતો દ્રારા મોદી સરકારને ફરીથી સત્તા પર લાવવા માટે કમર કસવા ના અવનવા નુસખા સાથે પ્રયાસો કરવામાં આવે છે.

સાબરકાંઠાના ઇડરમાં કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજીનો મહાયજ્ઞ એકબાર મોદી સરકાર ફીરસે માટે યોજવામાં આવ્યો હતો. તો ચુંટણીના વર્ષ 2019 ને લઇ 2019 પતિ પત્નિના જોડાઓને યજ્ઞમાં પાટલા યજમાન તરીકે પુજામાં બેસાડવામાં આવ્યા હતા. 

ગુજરાત વિધાનસભાના પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરા પણ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા અને કહ્યુ હતુ કે મોદી સરકાર ફરી સત્તારુઢ થાય એ માટે થઇને અહી આ મહાયજ્ઞ યોજી અને જેમાં 2019 જોડાઓએ પુજામાં જોડાઇને મોદી સરકાર ફરી થી સત્તામાં આવે એ માટે પ્રાર્થના અને પુજા કરી છે તે પણ એ લોકોમાં વડાપ્રધાન પ્રત્યેનો વિશ્વાસ પુરવાર કરે છે

નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન બન્યા બાદ તેમની સિધ્ધીઓ થી દેશ અને દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષીત કર્યા છે. ત્યારે તેમના થી પ્રભાવિતો ગુજરાતમાં વિશેષ હોય એ સ્વાભાવિક છે અને એટલે જ સાબરકાંઠા જીલ્લામાં પણ આવા જ મોદી થી પ્રભાવિતો એ મોદી સરકાર ફરી થી સત્તામાં આવે તે માટે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. એટલે જ સાબરકાંઠા ના ઇડરમાં સાધુ સંતો અને બ્રાહ્મણોની ઉપસ્થિતીમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી ના આશિર્વાદ સાથે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આયોજકો એ પણ આ માટે તડામાર તૈયારી કરીને આ અનોખા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આયોજક અશ્વીન પટેલ મુજબ અમે આ માટે આયોજન કરીને આમાં 2019 જોડાઓને જોડ્યા છે અને મોદી સરકાર ફરી થી સત્તામાં આવે કારણ કે તેમની હાલની સ્થિતીમાં દેશામાં જરુર છે, રાજ્યની તમામ 26 બેઠકો ભાજપ વિજયી બનવા સાથે મોદી ફરી થી સત્તા પર આવે એ માટે થઇને અમે યજ્ઞ કર્યો છે

અનોખા કાર્યક્રમે જોકે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો, કારણ કે આવી અનોખી પહેલ સાથે લોકો દ્રારા રાજકીય અપેક્ષા સાથે પ્રાર્થના અને પુજા કરતો કાર્યક્રમ પહેલવહેલી વાર યોજાયો હતો.

Ahmedabad: Congress leaders take out bike rally without wearing helmets| TV9News

FB Comments