સાંસદમાં ભલે હોય વિરોધીઓ પણ વિકાસમાં છે એકસાથે, છેલ્લા પાંચ વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઇ ગઇ બમણી

ADRની રિપોર્ટમાં થયો ખુલાસો, 5 વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઈ બમણી, સૌથી વધુ નેતા BJPના. BJPના 72 સાંસદોની મિલકતમાં 7.54 કરોડનો સરેરાશ વધારો થયો છે. જ્યારે કોંગ્રેસના 28 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 6.35 કરોડનો વધારો નોંધાયો છે.

વર્ષ 2014માં ફરી વખત સંસદ પહોંચેલા 153 સાંસદોની સરેરાશ સંપતિમાં 142 ટકાનો વધારો નોંધાયો છે. આ રિપોર્ટમાં બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હા, બીજેડી સાંસદ પિનાકી મિશ્રા અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સૌથી ઉચ્ચ સ્થાને છે. ઇલેકશન વૉચ અને ડેમોક્રેટિક રિફોર્મ્સ એસોસિયેશન (એડીઆર) ના સર્વે પ્રમાણે, વર્ષ 2009 થી 2014 ના 5 વર્ષોમાં 153 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 7.81 કરોડનો વધારો થયો છે.

આ ત્રણ સાંસદો ટોચના 3 સ્થાનમાં છે

સાંસદોમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો બીજેપીના સાંસદ શત્રુઘ્ન સિન્હાનો થયો છે. 2009માં તેમની સંપત્તિ 51 કરોડ હતી જે 2014માં 131 કરોડ થઈ છે. ત્યાં બીજા નંબરે બીજેડી સાંસદ પિનાકી મિશ્રા જેની સંપત્તિ 107 કરોડથી વધીને 137 કરોડ થઈ છે. ત્રીજા નંબરે એનસીપી સાંસદ સુપ્રિયા સુલે છે. જે 51 કરોડથી વધી 113 કરોડ થઈ છે.

આ પણ વાંચો : પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

સંપત્તિના વધારામાં ટોચના 10 નંબર મેળવનાર સાંસદોમાં શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ છઠ્ઠા નંબરે છે. ત્યાં જ બીજેપીના વરૂણ ગાંધી 10માં નબરે છે. વરૂણ ગાંધીની 2009માં 4 કરોડની સંપતી જાહેર કરી હતી. જે વઘીને 35 કરોડ થઈ ગઈ છે.

5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં 5 કરોડનો વઘારો થયો

પાર્ટી પ્રમાણે બીજેપીના 72 સાંસદોની સંપત્તિમાં 7.54 કરોડનો સરેરાસ વધારો થયો છે, જો કે કોંગ્રેસના 28 સાંસદોની સંપત્તિમાં સરેરાસ 6.35 કરોડનો વધારો નોંધાયો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંપતી 2009માં 2 કરોડ હતી, જે વધીને 2014માં 7 કરોડ થઈ છે.

Amreli : Lions enter Khambha's housing society, kills cow | Tv9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

Read Next

ખોડલધામમાં વધુ એક વિવાદ, પરેશ ગજેરાના રાજીનામા બાદ મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ આપ્યા રાજીનામા

WhatsApp પર સમાચાર