દ.ગુજરાતમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો, જીતનો આપ્યો મંત્ર

સુરત જિલ્લાના માંડવી ખાતે ભાજપના ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મહારાષ્ટ્ર બારડોલી અને ભરૂચ લોકસભા બેઠક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ તેમાં હાજર રહ્યા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમાં હાજરી આપી. સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત સંઘઠનના શીર્ષ નેતાઓ પણ તેમાં સામેલ થયા. શકિત કેન્દ્રના ઇન્ચાર્જથી લઈ વોર્ડ પ્રમુખને આ સંમેલનમાં માર્ગદર્શન અપાયું.

ગુજરાતમાં BJPએ સંગઠન માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સતત સંઘઠન થકી વર્ષો સુધી સત્તામાં રહેવું. સત્તામાં રહ્યા બાદ વિકાસ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન મળે છે. BJPને જીતાવવા માટે કામ કરતા હતા.હવે ભારતને જીતડવાનું કામ કરવાનું છે.

READ  Cyclone Mora forms in Bay of Bengal, parts of Gujarat likely to get rain - Tv9

આ ક્લસ્ટર સંમેલનમાં કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં ભાજપ સંગઠનના ઘણાં વખાણ કર્યા. આવો, જાણીએ શું કહ્યું ફડણવીસે આ ક્લસ્ટર સંમેલનમાં…

 

  • આગામી 10 વર્ષમાં ભારત વિશ્વના અગ્રિમ સ્થાન પર હશે. વિશ્વમાં જ્યાં યુવા શક્તિ થકી આપણે દુનિયાની મોટી આર્થિક વ્યવસ્થા બનશે. 15 વર્ષમાં સક્ષમ ભારત બનશે. મહાગઠબંધન એક પ્રકારે મ્યુઝિકલ ચેરની (સંગીત ખુરશી) રમત રમી રહ્યા છે. મોદી બધું જ ત્યજીને દેશને અર્પણ થયા છે. મોદીના નેતૃત્વ થકી 21મી સદી ભારતની હશે.
  • કોંગ્રેસે 55 વર્ષમાં ગરીબી દૂર કરવાના માત્ર નારા આપ્યા. માત્ર કોંગ્રેસના નેતાઓની ગરીબી દૂર થઈ છે. મોદીએ તમામ યોજનાઓના ગરીબોને અધિકાર આપ્યા. જીવન સ્તર ઊંચું લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. ગરીબો સુધી યોજના પહોંચાડવાની માત્ર જાહેરાતો નથી. આ યોજનાઓનો અમલ પણ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહેલ મોટા થયા અને ગરીબો ઝૂંપડામાં રહ્યાં.
READ  મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન

આ પણ વાંચો : શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

  • મોદી 2022 સુધીમાં દરેક ગરીબના માથે પાકી છત હશે તે દિશામાં કામ કરી રહ્યાં છે. દેશભરમાં 5 કરોડ મકાન બનાવાયા. રોટી, કપડાં અને મકાન માટે મોદીએ કામ કર્યું છે. તબીબી સારવાર કરાવનાર ગરીબ દેવામાં ડૂબી જતો હતો. અને હવે તે લોકો આયુષ્યમાન યોજના થકી લાખો રૂપિયાના ખર્ચની સારવાર વિનામૂલ્યે કરાવી રહ્યાં છે.
  • યુવાનો અને મહિલાઓ મુદ્રા લૉન થકી પગભર થયા છે. દેશ બદલાઈ રહ્યો છે. દેશમાં પરિવર્તન આવ્યું છે. મધ્યમવર્ગને 5 લાખની છૂટ આપી ટેક્સથી બહાર મૂકી દીધા. GSTના કારણે દેશનો ખજાનો ભરાઈ રહ્યો છે.
  • ગુજરાતમાં 26 માંથી 26 લોકસભાની બેઠકો ભાજપ જીતશે. રાજકીય ગણિત નહીં, મોદી લોકોની સંવેદનાથી જીતી બતાવશે.
READ  Girls from Sarakhadi rule women's volleyball at International level., Gir-Somnath - Tv9

[yop_poll id=1376]

Oops, something went wrong.

FB Comments