કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

લોકસભાની ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં થઇ રહી છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ મંગળવારે ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસ છોડ્યા પછી સુજ્યે ભાજપની પ્રશંસા કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહનો આભાર માન્યો હતો.

જોકે સુજ્યના પિતાએ હજી સુધી કોંગ્રેસ માંથી છેડો ફાડ્યો નથી. સુજ્યે કહ્યું કે, મારા નિર્ણયને મારા પિતા કે પરિવાર તરફથી સમર્થ મળ્યું નથી. પરંતુ હું સંપૂર્ણ રીતે ભાજપમાં જોડાઇ ચુક્યો છું. મારા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન છે. મુખ્યમંત્રી અને ભાજપ ધારાસભ્યને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. જેમની મદદથી હું આગળ વધવા માંગુ છું.

આ પહેલાં ભાજપ નેતા ગિરીશ મહાજન સુજ્યની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી જ તેમણે ભાજપમાં જોડાવવાની વાતો સામે આવી રહી હતી. સુજ્ય અહમદનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

READ  માંડવીના દરિયામાં 20થી 25 યુવાનો ડૂબ્યા, 1નું મોત 2 યુવાનો લાપતા, જુઓ VIDEO

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ‘અઝહર જી’ પર કોંગ્રેસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો ‘હાફિઝ જી’ નો વીડિયો શેર કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ

કોંગ્રેસને એક તરફ ગુજરાતમાં એક પછી એક ધારાસભ્યો છોડી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં પણ એક નવો આંચકો લાગી રહ્યો છે. જે જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે.

READ  ગુજરાત વિધાનસભામાં મંત્રી દ્વારા ભોજનનું આમંત્રણ અને ભાજપ માટે બન્યો માથાનો દુઃખાવો

Oops, something went wrong.

FB Comments