બંગાળમાં મમતા અને મોદી વાર પલટવાર, મમતાએ કહ્યું, મોદી એક્સપાયરી બાબુ, તો મોદીએ કહ્યું, બંગાળને ફૂઈ-ભત્રીજાથી અપાવીશું મુક્તિ

લોકસભાની ચૂંટણીનો મોહાલ બહુ જ ગરમાયો છે અને નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકબીજા પર તીખો હુમલો કર્યો હતો. મમતા બેનર્જીએ કૂતબિહારમાં રેલીને સંબોધન કરતાં સમયે મોદીને ‘એકસપાયરી બાબૂ’ કહી દીધા હતા.

આ તરફ વડાપ્રધાને આક્ષેપ કરતા કહ્યું હતું કે, ફૂઈ-ભત્રીજાએ રાજ્યને બરબાદ કરી દીધું છે. મમતા બેનર્જીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે, હું મોદી નથી. હું ખોટું નથી બોલતી. વડાપ્રધાને દેશની સેનાને મોદી સેના કહીને દેશની સેનાની મજાક ઉડાડી છે.

મમતાએ વધુમાં કહ્યું હતું કે, મોદીએ તૃણમૂલ કોંગ્રેસના પ્રદર્શન વિશે ઘણી ખોટી એફવાઓ ફેલાવી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક ત્રણ ઘણી વધી છે, જ્યારે ભાજપના શાસનમાં 12,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વડાપ્રધાન મોદીના એક ભાષણની ટીકા કરતાં તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રવાદી છીએ, ફાંસીવાદી નહીં.

READ  અમદાવાદના આ જોખમી બ્રિજના દ્રશ્યો તો જુઓ.. હજારો લોકો પોતાનો જીવ મૂકી રહ્યાં છે જોખમમાં!

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આવ્યું સામે, 2060 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં લોકસભા ચૂંટણીની પ્રચાર-પ્રસાર રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટાર્ગેટ કરતાં આકરા કટાક્ષો કર્યા હતા. મોદીએ કહ્યું કે, ઘણી તકલીફો હોવા છતાં તમારો આ ચોકીદાર પશ્ચિમ બંગાળના વિકાસ માટેના કામ સતત કરતો કહ્યો છે. તમારો આ ચા-વાળો ચાના ખેતરોમાં કામ કરતા લોકો માટે હંમેશા સમર્પિત છે.

READ  અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સ્મૃતિ ઈરાનીએ કરી 'પૂજા-અર્ચના'

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ફૂઈ-ભત્રીજો બંને મળીને દેશના સાધનોને લૂટ્યાં છે. ભાજપ આ પ્રદેશને ફૂઈ-ભત્રીજા(મમતા અને અભિજીત બેનર્જી)ની જોડીથી બચાવશે. મોદીએ તેમના પર આક્ષેપ કરતાં કહ્યું કે, તેમણે જે યોજનાઓથી ગરીબોને લાભ થાય તેવી કેન્દ્ર સરકારની યોજનાઓને મમતા દીદીએ રાજ્યમાં લાગુ કરી નથી.

Oops, something went wrong.

FB Comments