શા માટે મહેસાણા,પાટણ, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠક પર ઉમેદવારોના નામ માટે ભાજપ-કોંગ્રેસ બંને કરી રહ્યા છે વિલંબ? કેમ નીતિન પટેલે ચૂંટણી લડવાની ના પાડી ?

બીજેપી અને કોગ્રેસ એક પછી ગુજરાતના 26 ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે ત્યારે 3 સીટો એવી છે જ્યાં અત્યાર સુધી કોઇ નામો જાહેર કરવામાં બન્ને પક્ષો અસમર્થ છે.  બીજેપી પોતાના બાકીના સાત ઉમેદવારોની જાહેરાત હવે હાથ વેતમાં કરી શકે છે. તો કોગ્રેસના બાકી રહી ગયેલા 13 સીટોને લઇને હજુ પણ અસમંજસ જેવી સ્થિતિ સર્જાઇ છે.  પણ 3 સીટ એવી છે જ્યાં બન્ને પાર્ટીઓના ટોપ સ્ટ્રેટજીસ્ટ રણનીતિ બનાવવામાં પોતાને અસમર્થ સાબિત થઇ રહ્યા છે. પણ બીજેપી માટે હાલ તો પાટણ પણ મુશ્કલી સર્જી રહ્યુ છે તો તે છે નીતિન પટેલ પણ હવે ચર્ચામાં છે.

30મી તારીખે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ માટે નામાંકન ભરશે. બીજેપીના નેતાઓએ દાવો કર્યો છે કે 25 લોકસભાના ઉમેદવારો હાજરી આપશે. બીજેપી અત્યાર સુધી 19 નામો જાહેર કરી દીધા છે એટલે કે 29મી તારીખ સુધી બીજેપી પોતાના બાકીના તમામ સાત ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના 13 ઉમેદવારોને લઇને આખરી તબક્કામાં ચર્ચા કરી રહી છે.  તે પણ આગામી બેથી 3 દિવસમાં તે પણ પોતાના નામો જાહેર કરી દેશે.

આ પણ વાંચો : કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

પણ બંને પક્ષો માટે હજુ મહેસાણા, અમદાવાદ પુર્વ અને સુરત જેવી સીટો હાલ બન્ને પક્ષો માટે ચક્રવ્યુહના સાત કોઠાને વિધવા સમાન સાબિત થઇ રહ્યા છે. જેથી બંન્ને પક્ષો આ સીટ ઉપર પોતાના કોઇ ઉમેદવારને જાહેર કરી શક્યા નથી.

કોંગ્રેસ અત્યાર સુધી દાહોદ, ખેડા ગાંધીનગર બનાસકાઠા સુરેન્દ્રનગર જામનગર, અમરેલી, ભાવનગર , ભરુચ, સાવરકાઠાં મહેસાણા અમદાવાદ પુર્વ અને સુરત જેવી બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી શક્યા નથી. બીજેપી પણ મહેસાણા અમદાવાદ પુર્વ, સુરત આણંદ, જુનાગઢ છોટા ઉદેપુર અને પાટણ જેવી બેઠકો ઉપર આવતીકાલ સુધી ઉમેદવારોને જાહેર કરી શકે છે. એટલે કે કોગ્રેસ અત્યાર સુધી 13 તો બીજેપી 19 નામો જાહેર કરી ચુકી છે.

મહેસાણા બેઠક ઉપર શું છે સમસ્યા ? 

વાત મહેસાણા બેઠકની કરી એ તો બીજેપી અહીં કડવા પાટીદાર નેતા સી કે પટેલ, રજની પટેલ સિવાય અન્ય એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઇ શકે છે.  જેના માટે કમલમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે બેઠક પણ કરાઇ છે કારણ કે કોગ્રેસમાંથી બીજેપીમા આવેલા જીવા ભાઇ પટેલના સમર્થકો પણ હવે મહેસાણા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. પણ મહેસાણા પાટીદાર અનામત આદોલનનો ગઢ માનવામા આવે છે તેવામાં આ વિસ્તારમાંથી વિધાનસભા ઇલેક્શન દરમિયાન નીતિન પટેલને બાદ કરતા નારાણ લલ્લુ પટેલ હોય કે રજની પટેલ તમામ હારી ગયા હતા. હવે ઉઝાંમાં પેટા ચૂંટણીમાં ઉમેદવારીને લઇને આશા બેન પટેલના નામને વિવાદ શરુ થયો છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ પણ કંઇક આવી જ છે, કોગ્રેસ અહીથી કિરીટ પટેલ કિર્તી ઝાલા અને જીએમ પટેલને ટીકીટ આપવા માંગે છે.

તમને એ પણ જણાવી દઇએ કે બીજેપી હાઇ કમાન્ડે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મહેસાણા લડી લેવા ઓફર કરી છે. પણ હાલ નીતિન પટેલ સ્પષ્ટ પણે ના કહી ચુક્યા છે. અને રજની પટેલ સીકે પટેલ સહિત જે પણ ઉમેદવાર પાર્ટી આપશે તેને જીતાડવાની જવાબદારી લેવાની તૈયારી કરી છે પણ ભાજપ સુત્રોની માનીએ તો હાઇ કમાન્ડ નીતિન પટેલને ટિકિટ આપી દિલ્હી મોકલવા માંગે છે. તેઓ અહીથી દિલ્હી મોકલાય અને સરકાર બને તો તેમને સારુ પોર્ટ ફોલિયો આપવાનો વાયદો કરાયો છે. અને એટલે જ અહીથી બાકીના તમામ ઉમેદવારોનો વિરોધનો માહોલ બનાનાયો છે. નિતિન પટેલ દિલ્હી જાય તો સીએમ વિજય રુપાણીને કામ કરવાની મોકળાશ મળે અને એક હથ્થુ શાષન મળે. છતાં હાલ આ મુદ્દે આખરી નિર્યણ હવે નરેન્દ્ર મોદી ઉપર છોડાયો છે.

અમદાવાદ પૂર્વ પર શું છે તકલીફ  થઈ ?

અમદાવાદ પુર્વની વાત કરીએ તો અત્યાર સુધી બીજેપી તરફથી સી કે પટેલ અને મનોજ જોશીનુ જ નામ સામે આવતી હતું. પણ પાર્ટી ઠક્કર નગરના ધારાસભ્ય વલ્લફ કાકડીયા ઉપર પણ દાવ આજમાવવાનુ મન બનાવી રહી છે કારણ સી કે પટેલ અને મનોજ જોશી બન્ને આયાતી ઉમેદવાર હોવાથી સ્થાનિકોમાં નારાજગી થઇ શકે છે. સાથે ભૂતકાળમાં વલ્લભકાકડીયા કહ્યાગરા સાબિત થઇ ચુક્યા છે. જેથી પાર્ટી તેમનેપણ ઉમેદવાર બનાવી શકે છે. સમીકરણો પણ સેટ થાય એવા નથી. જ્યારે કોગ્રેસની વાત કરી એ તો હિમાંશુ પટેલ, હિમ્મત સિહ પટેલ અને ખાસ કરીને રોહન ગુપ્તા પણ રેસમાં છે. પણ આ બેઠક પણ બન્ને પક્ષો એક બીજાના ઉમેદવારોની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે.

સુરતમાં મૂળ સુરતીનો પ્રશ્ન 

સુરતમાં વાત કરી એતો બીજેપી તરફથી દર્શના જરદોશને પહેલા બદલવાની વાત હતી. તે પછી નિતિન ભજીયાવાળા, અશોક જીરાવાલાના નામો વહેતા થયા હવે પાર્ટી હેમાલી બોધાવાલાના નામને લઇને પણ ચર્ચા કરી રહી છે. તો સામે કોગ્રેસ તરફથી વાત કરીએ તો પપ્પન તોગડીયા ધનશ્યામ લાખાણી અને ચેતન પટેલના નામ ચાલે છે. ત્યારે બન્ને પક્ષો અહીં પોત પોતાના ઉમેદવારોને લઇને તૈયાર તો બેઠા છે. પણ કોણ પહેલા નામ જાહેર કરે અને માર્જીન કોણ વધુ અપાવી શકે તેને લઇને ગણિત ગણાઇ રહ્યુ છે.

પાટણમાં ઠાકોર સમાજનું ગણિત 

હવે વાત પાટણની કરીએ તો પાટણમાં આખરે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે કોગ્રેસે જગદીસ ઠાકોર ઉપર પંસંદગીની કળશ ઢોળ્યું. હવે બીજેપી માટે પાટણમાં મુશ્કેલી એ સર્જાઇ છે કે પ્રધાન દિલિપ ઠાકોરે પાર્ટીના નેતાઓને સ્પષ્ટ કહી દીધુ છેકે તેઓ ઇલેક્શન નહીં લડે. ઇલેક્શન લડશે તો પણ તેઓ ફોર્મ ભરવા નહીં જાય. તો તેમના જમાઇ એટલે કે લલીધર વાધેલાના પુત્રને ટિકિટ અપાય તો તમામ ઠાકોર સમાજ અહીં એક થઇને જીતાડે હવે પાર્ટી અહીથી પરિવાર વાદને પોશવા માંગતી નથી. પણ તેમની પાસે કોઇ બીજો કદ્દાવર વિકલ્પ નથી. જ્યારે નાના વિકલ્પો છે પણ તેની સુચના પણ હવે હાઇ કમાન્ડને આપી દેવાઇ છે.

બીજી તરફ હવે પાર્ટીમાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે અમિત શાહની જગ્યાએ પાર્ટી રાજ્ય સભામાં ભુપેન્દ્ર સિહ ચુડાસ્માને મોકલવાનુ મન બનાવી રહી છે. પાર્ટીના સુત્રોની માનીએ તો જે રીતે ભુપેન્દ્ર સિહ સામે કેસ ચાલી રહ્યો છે. તેમાં સરકારના બંધારણયીય વિભાગે નકારાત્મક રિપોર્ટ આપ્યો છે. ત્યારે જો ભુપેન્દ્ર ચુડાસ્માને રાજીનામુ અપાવીને દિલ્હી મોકલાય તો આ કેસ પુર્ણ થઇ જાય અને પ્રદીપ સિંહ વાધેલલા જેવા યુવા નેતા અથવા ભરત પડ્યાને ધોળકાથી બાય ઇલેક્શનમાં ચાન્સ મળી શકે છે.

આમ આ તમામ બેઠકો ઉપર પાર્ટીની મુશ્કેલી આગામી એક કે બે દિવસમાં સમાધાન થશે અથવા તો સમાધાન કરાવવું પડશે તેવી સ્થિતિ છે. ત્યારે ઓમ માથુર પણ મેગા બેઠકો કરીને ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે જે હાઇ કમાન્ડ માટે પણ ચિંતાનો વિષય તો છે જ.

Gujarat Fatafat : 16-06-2019 | Tv9GujaratiNews

FB Comments

Anil Kumar

Read Previous

કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

Read Next

તેલંગાણાની આ બેઠક પર વોટિંગ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો થશે ઉપયોગ, કેમ કેન્દ્રીય ચૂંટણીપંચે પણ બદલવો પડ્યો પોતાનો નિયમ?

WhatsApp પર સમાચાર