લોકસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તો શું પીએમ મોદીના સ્થાને નિતિન ગડકરી બનવા માંગે છે વડાપ્રધાન ?,ગડકરીએ કરી સ્પષ્ટતા

ભાજપના કદ્દાવર નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી છેલ્લાં થોડાં સમયથી ચર્ચામાં છે. જેમાં પણ ભાજપની 220 બેઠકો આવશે તો નિતિન ગડકરીને પીએમ બનાવવામાં આવશે, તેના પર આજે તેમને જ સ્પષ્ટતા કરી છે. નિતિન ગડકરીએ સાફ કર્યું કે, ભાજપમાં 220 કલબ જેવી કોઇ જ કલબ નથી. આ માત્ર અફવાઓ છે.

નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, લોકસભા ચૂંટણીમાં બેઠકો ઘટવાથી પક્ષને નુકસાન થઇ શકે છે. જેમાં વડાપ્રધાન મોદીનો બીજો કોઇ જ વિકલ્પ નથી. એવું કહેવાય છે કે જો ભાજપને બહુમતની યોગ્ય સીટો મળતી નથી તો પછી નિતિન ગડકરી પીએમ પદ માટે સર્વમાન્ય ચહેરો હશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ બ્લોગના માધ્યમથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પર તાક્યું નિશાન, વંશને બચાવવા માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી જઇ શકે છે

આ ચર્ચા અંગે અગ્રણી મીડિયા સાથે વાત કરતાં ગડકરી એ કહ્યું કે આ બધી અફવાઓ છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એકવખત સંપૂર્ણ બહુમતની સાથે સત્તામાં વાપસી કરશે.

ગડકરીએ સાથે જ કહ્યું કે એવું કંઇ જ નથી અને જે લોકો લખવા માંગે છે તે લખે જ છે. પોતાને પાર્ટીના સમર્પિત સિપાઇ ગણાવતા ગડકરીએ કહ્યું કે હું આ પ્રકારનું કેલ્કયુલેશન કરી શકું નહીં અને નહીં તો મારી આવી કોઇ અપેક્ષા છે. હું પાર્ટીનો કાર્યકર્તા છું. પીએમ મોદીના નેતૃત્વમાં કરાયેલા કામોના લીધે પૂર્ણ બહુમતની સાથે સરકાર પાછી આવશે અને તેના પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે નહીં.

VishwaCup 2019 : Barodians gear up for high-voltage clash between India & Pakistan match

FB Comments

TV9 Web Desk6

Read Previous

વડાપ્રધાન મોદીએ બ્લોગના માધ્યમથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પર તાક્યું નિશાન, વંશને બચાવવા માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી જઇ શકે છે

Read Next

વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

WhatsApp પર સમાચાર