પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,’કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું’

ભાજપમાં જોડાવા અંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી છે, જોડાવવું હોત તો 6 મહિના પહેલા જોડાઈ ગયો હોત, આટલો સમય રાહ ન જોઇ હોત. 

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ધારણ કરવાની વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અલ્પ્શે ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી, તે અટકી ગઈ છે, અને ઘીના ઠામમાં ઘી પડ્યું છે.

READ  Valsad: GIDC units dumping chemical water into lakes causing pollution on Tithal beach

કોંગ્રેસના ધારાસ્ભ્ય અલ્પેશ ઠાકોરે આજે પ્રેસને સંબોંધતા કહ્યું કે, હું ભાજપમાં નથી જોડાવાનો, કોંગ્રેસ સાથે નારાજગી છે પણ તે માટે કોંગ્રેસ પાર્ટી નહી છોડું, ઉપરાંત અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણી પણ નહીં લડે, અને ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપીશ તેવી જાહેરાત કરી છે.

 

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, ભાજપનો કેસરિયો ધારણ કરવાની વાત માત્ર રાજકીય અફવા હતી. તેમ છતાં 3 ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની વાત ફેલાતા ધારાસભ્યોને હાઈકમાન્ડનું તેડુ આવતા દિલ્હી પહોંચ્યા હતા.

READ  VIDEO: ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો ભાજપમાં જોડાયા બાદ યુ ટર્ન! કહ્યું હું કોઈ પક્ષમાં માનતો નથી

આ પણ વાંચો : આજે લગ્નગ્રંથિમાં જોડાશે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા, મહેંદીથી લગ્ન સુધી ખાસ રહ્યા છે દરેક ફંકશન

કોંગ્રેસના સૂત્રોનું કહેવુ માનીએ તો અહેમદ પટેલ સાથે થયેલી બેઠક બાદ અલ્પેશ ઠાકોરને મનાવી લેવામાં કોંગ્રેસ સફળ રહી હતી. જોકે હાઈકમાન્ડ સાથે થયેલી બેઠકમાં અલ્પેશે રજૂઆત કરી હતી કે પક્ષમાં તેને મહત્વ નથી મળતું. પરંતુ બેઠકમાં હાઈકમાન્ડે અલ્પેશને મનાવવામાં સફળ રહી અને આખરે કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડયું છે.

READ  VIDEO: ભાજપને સરકાર રચવાના રાજ્યપાલના આમંત્રણના આદેશને શિવસેના, NCP અને કોંગ્રેસે SCમાં પડકાર્યો, આજે 11.30 વાગ્યે સુનાવણી

Oops, something went wrong.

FB Comments