આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત દેશના 25 લાખ ચોકીદારોને સંબોધશે, કેમ શરૂ કર્યું આ કેમ્પેઈન તેના અંગે કરશે વાતો

લોકસભાની ચૂંટણી નજીક આવતાં આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના 25 લાખ ચોકીદારો અને સામાન્ય નાગરિકોને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે, ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિયાની રક્ષા માટે સજ્જ બને.

બીજી બાજુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેટલાક લોકો એમ માનતા હતા કે, આ સામાન્ય અભિયાન છે પણ ‘મૈં ભી ચોકીદાર’ હવે માત્ર સૂત્ર કે અભિયાન નથી, તે જનઆંદોલન બની ગયું છે. લોકો તેને સ્વેચ્છાએ અપનાવી રહ્યા છે. તેના અનુસંધાનમાં જ પીએમ મોદી દેશના 5000 જેટલા સ્થળોએ 31 માર્ચે મૈં ભી ચોકીદાર આંદોલનને ટેકો આપનાર લોકોની સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ખેલાડીઓ, યુવાનો, નેતાઓ, ડોક્ટર્સ, વકીલો, ખેડૂતો અને અન્ય પ્રોફેશનલ્સ પણ હાજરી આપવાના છે.

મૈં ભી ચોકીદાર કેમ્પેઈન કેમ શરૂ થયું

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે મૈં ભી ચોકીદાર કેમ્પેન ભલેને આજે એક ઝુંબેશ તરીકે ચાલી રહી હોય પરંતુ પીએમ મોદીએ આ વાત 2014માં કહી હતી. વડાપ્રધાને આ કેમ્પેઈન કેમ શરૂ કરવી પડી.

READ  ભાજપે ગુજરાતમાં સોશિયલ મીડિયા માટે બનાવી 'ત્રિસ્તરીય રણનીતિ', ફેક ન્યુઝથી બચવાની ખાસ આપવામાં આવી સલાહ

આ પણ વાંચો : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ સ્ટાર પ્રચારકોના ધાડા ઉતારીને કરશે 500 જનસભાઓ, ભાજપને જવાબ આપવા આઈટી સેલ પણ તૈયાર

1 કરોડ લોકોએ ચોકીદારના શપથ લીધા

કેન્દ્રીય મંત્રી જણાવ્યું કે આ કેમ્પેન એક દિવસ ગ્લોબલ ટ્રેન્ડ હતો. 1 કરોડ લોકોએ સોશિયલ મીડિયા અને નમો એપ પર ચોકીદારના શપથ લીધા હતા. રાહુલ ગાંધી પર સીધું નિશાન સાધતા પ્રસાદે કહ્યું કે બેંગ્લુરૂમાં કેટલાક લોકોને સવાલ પૂછવાને કારણે પકડી લેવામાં આવ્યાં હતા. બે વર્ષ પહેલાં ટુકડા ગેંગની સાથે ઊભા હતા પરંતુ બીજી બાજુ આઈટી પ્રોફેશનલ તેમનો વિરોધ કરે છે. અમારે નહીં પરંતુ રાહુલ ગાંધીને ઘણું શીખવાની જરૂર છે.

READ  Video: મહેસાણાના અશોકભાઇએ ગૌપાલનથી કરી પ્રગતિ

2014ની ચૂંટણીમાં ચાય પે ચર્ચા શરૂ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, 2014માં લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ‘ચાય પે ચર્ચા’ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે નરેન્દ્ર મોદીને કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે  ચાયવાલા કહ્યું હતું. તેના જવાબમાં ભાજપે ચાય પે ચર્ચા કેમ્પેનને જોરશોરથી શરૂ કર્યું હતું. 2019માં કોંગ્રેસ પ્રમુખે ચોકીદાર ચોર હૈના સૂત્રોચ્ચાર લગાવ્યા છે. ભાજપે તેની સામે મૈં ભી ચોકીદાર કેમ્પેન શરૂ કર્યું છે. જેને સમગ્ર દેશમાં અલગ પ્રકારનો જ પ્રતિભાવ મળી રહ્યો છે.

READ  17 જૂનથી શરૂ થશે લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઈએ જાહેર થશે બજેટ

New Motor vehicle act hits Ahmedabad RTO revenue | Tv9GujaratiNews

FB Comments