એક તરફ અમિત શાહ ગુજરાતમાં તો વડાપ્રધાન મોદીએ અરૂણાચલ પ્રદેશમાં કર્યા વિપક્ષ પર પ્રહાર,’કોંગ્રેસને લોકોની ભલાઈ કરતાં મલાઈમાં વધુ રસ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનો પૂર્વત્તર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેના માટે આજે તેમણે અરૂણાચલ પ્રદેશના આલોમાં ચૂંટણીસભાનું સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસના ડબલ એન્જીન માટે અરૂણાચલ પ્રદેશનો આભારી છું. ભારતના નવા ગ્રોથ એન્જિન બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાથે જ અમારી સરકારના કામનો હિસાબ આપવાની શરૂઆત પણ અરૂણાચલ પ્રદેશથી જ થઈ રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ સરકાર ગમે ત્યાં હોય તેને લોકોની ભલાઈના કામ કરતાં મલાઈના કામમાં વધુ રસ રહ્યો હતો.

READ  શાળાના વિદ્યાર્થીઓના યૂનિફોર્મમાંથી હટાવવામાં આવશે કમળનું નિશાન, વિવાદ વધતા લેવામાં આવ્યો આ નિર્ણય

આ પણ વાંચો : આજે રાત્રે કેમ લગભગ એક કલાક માટે સમગ્ર દુનિયામાં બંધ રહેશે લાઈટ, શું છે તેના પાછળનું ખાસ કારણ ? તમે પણ તેના સહભાગી બની શકો છો

કોંગ્રેસની પર  પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમને ખબર છે અહીં જે તેમના નેતાઓ છે તે ગરીબની થાળીમાંથી ભોજન લઈ રહ્યા છે. તેમને પ્રેરણા દિલ્હીમાં બેઠેલાં નેતાઓ પાસેથી મળતી રહે છે. તેઓ ખેડૂતોની જમીન ચોરી રહ્યા છે.

READ  PM મોદીની ટીમમાં 'લકી ક્લાસ ઓફ 1984', ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ

હાલના કોંગ્રેસ દ્વારા સરકારના શક્તિ મિશન પર વાત કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ આપણાં જે વૈજ્ઞાનિકો દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેનો પણ મજાક બનાવી રહ્યું છે. અગાઉ તેમણે સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જે યોગ્ય નથી.

Oops, something went wrong.

FB Comments