વડાપ્રધાન મોદી ગુજરાત આવે તે પહેલા ગુજરાત ભાજપમાં વિવાદ, સંગઠનના નેતાઓની ચિંતા વધી

નરેન્દ્રમોદીના આગમન પહેલા ગુજરાત બીજેપીમાં ભડકો

ગુજરાતમાં બીજેપી રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના પ્રવાસ ઉપર છે. તો સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફરીથી વિવાદ શરુ થયો છે. એક વિવાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને લઇને છે તો બીજો વિવાદ ઉંઝાના બીજેપીના પૂર્વ ધારાસભ્ય નારાણ પટેલને લઇને છે. તેવામાં પાર્ટીના વરિષ્ઠ નેતાગિરી ફરીથી ચિંતામા મુૂકાઇ ગઇ છે.

આ પણ વાંચો : અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

વડા પ્રધાન નરેન્દ્રમોદી સોમવારથી ગુજરાતના બે દિવસીય મુલાકાત આવી રહ્યા છે. ત્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતનાની મુલાકાતે છે. બંન્નેની હાજરીથી ગુજરાત બીજેપીના કાર્યકર્તાઓમાં નવા જોશનો સંચારતો થયો છે. સાથે સિનિયર નેતાઓ સાથે બેઠક બાદ ગુજરાતમાં 26 સીટોની સમીક્ષા થશે. પણ તે સ્થિતિમાં હવે વિવાદની શરુઆત થઇ ગઇ છે. વાઇબ્રન્ટની વખતની જેમ આ વખતે પણ મેટ્રોના ઉદ્ઘટાન પ્રસંગના પત્રિકામા નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનુ નામ ન છપાતા સરકારમા અંસતોષની લાગણી જોવાઇ રહી છે. નાયબ મુખ્ય પ્રધાન સહપરિવાર પુર્વ આયોજિત કાર્યક્રમને છોડીને પ્રયાગરાજ પહોચી ગયા છે.

READ  લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં 'ચોર ટોળકી' સક્રિય

બીજી બાજુ હવે ઉંઝાના બીજેપીના પૂર્વ ધારાસભ્ય નારાણ પટેલ પણ નારાજ થયા છે. તેમની મંડળીઓ રદ્દ કરતા તેઓએ સીધી રીતે આના માટે પ્રદેશ પ્રમુખ અને પક્ષાના પ્રાદેશિક મહામંત્રી કે સી પટેલ ઉપર આરોપો લગાવ્યા છે. તો કે સી પટેલે સ્પષ્ટતા કરી છે કે આ તમામ બાબતોથી તેમનું ક્યાય કઇ લેવા દેવા નથી. તો બીજેપીના ઉપાધ્યક્ષ આઇ કે જાડેજા પણ બચાવમા કહ્યુ કે મંડળીઓની રદ્દ થવુ કે જોડવુ કે સરકારના સહકાર વિભાગનુ કામ છે. નારાણ પટેલે સરકારમાં યોગ્ય પ્લેફ ફોર્મમાં રજુઆત કરવી જોઇએ.

READ  Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

આમ હાલ તો રાજ્યમાં બીજેપી બુથ સ્તરે મહેનત કરીને 2017 માં જે બુથો નેગેટીવ થયા હતા તેને પોતાના ફેવરમાં કરવા માટે બેઠકો કરી રહી છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં સરકાર અને સંગઠનની નારાજગી ક્યાંક પાર્ટીને નુકશાન તો નહીં પહોંચાડે તેની ચિંતા છે.

Oops, something went wrong.
FB Comments