શું ફરી ગુજરાતથી લોકસભાની ચૂંટણી લડી શકે છે વડાપ્રધાન મોદી ? સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ નિરીક્ષકે કર્યો ખુલાસો

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે હવે તબક્કાવાર સેન્સ પ્રક્રિયા શરૂ કરી નાખી છે. જેના ભાગ સ્વરૂપે ભાજપના નિરીક્ષકોની ટીમ આજે વડોદરા આવી પહોંચી છે. મુખ્ય નિરીક્ષકો તરીકે ઉર્જા મંત્રી જયનારાયણ વ્યાસ, દંડક પંકજ દેસાઈ સહિત દર્શનાબેન વાઘેલાને નિમણુક કરાયા છે. વડોદરામાં 350 થી વધુ હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં હોદ્દેદારો સહિત કાર્યકરોના મંતવ્યો લેવામાં આવશે.

મહત્વનું છે કે વડોદરા બેઠક પર આયાતી ઉમેદવાર મુકાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આજે સેન્સ લેવા પહોંચેલા નિરીક્ષક પંકજ દેસાઈએ પીએમ મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડશે કે નહીં તેને લઇને સસ્પેન્સ ખતમ કરી નાખ્યું હતું. આજે તેમણે એક નિવેદન આપતા જણાવ્યું કે, PM મોદી લોકસભાની ચૂંટણી વડોદરા સીટ પરથી લડી શકે છે. તેમની આ જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો.

ખાસ વાત એ છેકે નિરીક્ષક પંકજ દેસાઈએ જે વખતે પીએમ નરેન્દ્ર મોદી વિશે નિવેદન આપ્યું ત્યારે ત્યાં જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ, દર્શનાબેન વાઘેલા નિરીક્ષક તરીકે હાજર હતા. હવે નિરીક્ષકો દ્વારા લોકસભાની ચૂંટણી માટે જે દમદાર દાવેદારો હશે તેની યાદી બનાવી મોવડી મંડળને સોંપાશે. આજે વડોદરામાં ભાજપ નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે અને ટીકીટના દાવેદારોને લઇને શકિત પ્રદશન કરશે.

આ પણ વાંચો : શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ આપી પ્રતિક્રિયા

બેઠકમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટર, શિક્ષણ સમિતિ સભ્ય, શહેર ના પદાધિકરીઓ, ધારાસભ્ય, સાંસદ, પ્રદેશ હોદેદારો, પ્રદેશ કમિટીના ના હોદ્દેદારી અપેક્ષિત તરીકે આવશે.

Vadodara: Martyred army jawan Mohammed Arif Pathan's last rites to be performed shortly| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો

Read Next

સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

WhatsApp પર સમાચાર