આજે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પ્રચારનો સૌથી મોટો કાર્યક્રમ કરશે શરૂ, દેશના 500 શહેરો પર થશે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ

આજે લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે. આજે સાંજે 5 વાગે તેઓ તમામ લોકસભા વિસ્તારોમાં એક સાથે મેં ભી ચોકીદાર અભિયાનનો આરંભ થશે.

જેના માટે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓમાં યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરબીએસ કોલેજ ખનદારી આગ્રાથી આ અભિયાન સાથે જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે ઝાંસીથી આ કાર્યક્રમમાં ભાગ લેશે. ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે.

READ  પાકિસ્તાનથી પરત આવી રહ્યા છે ભારતના HERO, વાઘા બૉર્ડર પર જોરદાર તૈયારી, અમરિંદર બોલ્યા, ‘મોદીજી, અભિનંદનને રિસીવ કરવા મારા માટે સન્માનની વાત’

અમિત શાહ પહોંચશે બાગપત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. બપોરે 1 વાગે ગાંધી સ્મારક ઈન્ટર કોલેજમાં સભાને સંબોધન કરશે. ભાજપ ઉમેદવાર ડો.સત્યપાલ સિંહના સમર્થનમાં સભા સંબોધિત કરશે.

જયાપ્રદા રામપુરમાં ‘મેં ભી ચોકીદાર’ બનશે

ભાજપના ઉમેદવાર જયા પ્રદા રવિવારે રામપુરમાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેમનો રોડ શો થશે. સાંજે જયા પ્રદા ભાજપના ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં ભાગ લેશે.

READ  રાજ્યના અન્ય જિલ્લાઓમાં પાણીનો પોકાર છે, પરંતુ ગીરસોમનાથમાં 15 જુલાઇ સુધી પાણીની કોઇ સમસ્યા નહીં સર્જાય

આ પણ વાંચો : અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

કોંગ્રેસના રાફેલના મોદી સરકારને ઘેરવા માટે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા છે. રાહુલ ગાંધી તમામ સભામાં ભાજપને ઘેરતાં રહે છે. જેના પર ટાર્ગેટ કરવા માટે ચોકીદારના નારા પર જ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે. ચોકીદાર શબ્દનો પ્રયોગ કરી પીએમ મોદીએ કોંગ્રેસને જ ઘેરવા પ્રયત્ન કરી રહ્યા છે.

READ  ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ

Gandhinagar: Hemant Chauhan joined BJP willingly, says Bharat Pandya | TV9GujaratiNews

FB Comments