ક્યારે યોજાશે 2019માં લોકસભાની ચૂંટણી ?, PM નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં જ આપ્યા સ્પષ્ટ સંકેતો

લોકસભા ઇલેક્શનની વિવિધ તારીખોને લઇને અનુમાન લગાવાઇ રહ્યા છે.  લોકસભા ઇલેક્શનની જાહેરાતનો અધિકાર ઇલેક્શન કમિશનનો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સ્પષ્ટ સંંકેત આપી દીધા છે કે માર્ચ મહિનાના અંતિમ રવિવાર પહેલા લોકસભાા ઇલેક્શનની જાહેરાત થઇ શકે છે.

જેને ધ્યાનમાં રાખીને તેઓ ઇલેક્શનના જાહેરાત પહેલા બે દિવસ માટે પ્રવાસે આવી રહ્યાછે. જેમાં બે દિવસમાં તેઓ છ ચાર સરકારી અને બે ગેર સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતમાં કાર્યકરોને પ્રોત્સાહિત કરશે,બીજેપી તેની જોર શોરથી તૈયારીઓ કરી રહી છે.

આ પણ વાંચો : હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

લોકસભા ઇલેક્શનને લઇને બીજેપી હોય કે કોગ્રેસ તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.  સભાઓ રેલીઓ તમામ બાબતો થઇ રહી છે. દેશની પ્રાદેશિક પક્ષો પણ બે જુથમાં વહેચાઇ ગયા છે.  જ્યારે કેટલાક તો ઇલેક્શન પછી પોતાનો વલણ સ્પષ્ટ કરશે ત્યારે સવાલ એ ઉઠે છે કે તમામ વાતો વચ્ચે ઇલેક્શન ક્યારે ? ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સંંકેત આપ્યા છેકે માર્ચ માસના છેલ્લા રવિવાર પેહલા ઇલેક્શન જાહેર થઇ શકે છે. નરેન્દ્રમોદીએ સ્પષ્ટ 24મી ફેબ્રુઆરીના રવિવારે કરેલા મનકી બાતમાં કહ્યુ કે હવે મે માસમાં મન કી બાત કરીશુ એટલે કે 26 મેના દિવસે મહિનાનો છેલ્લો રવિવાર આવે છે.

શું માનવું છે વિશેષજ્ઞોનું ?

રાજકીય એનાલિસ્ટ પ્રશાંત ગઢવીની માનીએ તો વડા પ્રધાનને એ વાતની ખબર છે કે માર્ચમાં પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જો ઇલેક્શન કમિશન ઇલેક્શન માટે નોટીફીકેશન બહાર પાડે તો તેઓ સરકારી મશીનરીનો પોતાના પ્રચાર માટે ઉપયોગ ન કરી શકે. જેમાં દુર દર્શન અને રેડીયો જેવા માધ્યમોનો ઉપયોગ ન કરી શકે.

શા માટે 26 મે ? 

કોઇ પ્રજા લક્ષી જાહેરાત પણ ન થઇ શકે જેને ધ્યાનમાં રાખીને તેઓએ માર્ચ અને એપ્રિલ પછી સીધા મે માસમાં મન કી બાત કરવાની વાત કહી છે કારણ કે 26મી મે 2014ના દિવસે વડા પ્રધાન તરીકે નરેન્દ્રમોદીએ પ્રથમ વખત શપથ લીધા હતાં. ત્યારે આ વખતે પણ મે માસના અંતિમ રવિવાર તરીકે 26મી મે આવી રહી છે એટલે એમ પણ માની શકાય કે ઇલેક્શન રાબેતા મુજબ થશે, અને આઠથી નવ ચરણમાં થઇ શકે છે.

 

તે પહેલા ગુજરાતમા 4 અને 5 માર્ચે આવી રહ્યા છે. જેમાં તેઓ છથી વધુ કાર્યક્રમમાં હાજરી આપશે, તેઓ પહેલા તાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં પછી અમદાવાદમાં કડવા અને લેઉઆપાટીદાર એમ બે કાર્યક્મો જામનગર ભાવનગર અને ફરી અમદાવાદમાં શ્રમિકો માટેના કાર્યક્રમમાં હાજરી આપશે અને ઇલેક્શન જાહેરાત પહેલા એક માહોલ ઉભો કરશે. જેથી કાર્યકર્તાઓમાં જોશ ભરી શકાય છેલ્લી ઘડીએ સક્રીય કરી શકાય.

[yop_poll id=1764]

અમદાવામાં ભગવાન જગન્નાથની યાત્રા પહેલા જ મેઘરાજાનું આગમન|Tv9GujaratiNews

FB Comments

Anil Kumar

Read Previous

હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

Read Next

બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

WhatsApp પર સમાચાર