વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડની ફિકસ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડા સામેલ છે.

 

READ  સંબીત પાત્રાના વીડિયોથી ખુલી આ પોલ?

ઉમેદાવારી પત્ર મુજબ તે દિલ્હી વિશ્વવિદ્યાલયથી સ્નાતક થયા છે. તેમને 1967માં ગુજરાત બોર્ડમાંથી SSCની પરીક્ષા પાસ કરી હતી. વડાપ્રધાનની સ્થાવર મિલકત 1.41 કરોડ રૂપિયાની છે અને અન્ય મિલકત 1.1 કરોડ રૂપિયાની છે.

વડાપ્રધાને ટેક્સ સેવિંગ ઈન્ફ્રા બોન્ડસમાં પણ 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ છે. તે સિવાય નેશનલ સેવિંગ સર્ટીફીકેટસ (NSC)માં 7.61 લાખ રૂપિયા અને LIC પોલીસીમાં 1.9 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

READ  જૂનાગઢની માંગરોળ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

વડાપ્રધાનેની પાસે સેવિંગ બૅંક એકાઉન્ટમાં 4,143 રૂપિયા રોકડ બેલેન્સ છે. તેમની પાસે 4 સોનાની વીંટી છે. જેનું વજન 45 ગ્રામ અને તેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. વડાપ્રધાનને જાહેરાત કરી છે કે તેમની વિરૂધ્ધ કોઈ કેસની કાર્યવાહી ચાલુ નથી અને કોઈ સરકારી દેવુ પણ ચૂકવવાનું બાકી નથી. વડાપ્રધાને 2014માં તેમની કુલ સંપતિ 1.65 કરોડ બતાવી હતી.

READ  ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા

 

Top News Stories From Ahmedabad: 19/2/2020| TV9News

FB Comments