શિવસેનાએ ઉત્તર પ્રદેશમાં પૂર્વ મિસ ઈન્ડિયા તુલસી ચૌધરીને મેદાનમાં ઉતારી, પાંચ ઉમેદવારોની યાદી કરવામાં આવી જાહેર

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રખ્યાત ચહેરાને ચૂંટણીમાં ઉતારી જીત મેળવવાનો વિચાર કરતાં રહે છે. જેના પર હવે શિવસેના પણ આગાળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પાંચ બેઠકો પર શિવસેનાએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જેમાં કન્નોજ સીટ પર સમાજવાજી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની સામે શિવસેનાએ આનંદ વિક્રમ સિંહને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બરેલી પરથી પૂર્વ મિસ ઇન્ડિયા તુલસી ચૌધરીને શિવસેનાએ ટિકિટ આપી છે. જ્યારે રાજ્યમાં પ્રમુખ અનિલ સિંહ મેરઠથી ચૂંટણી લડશે.

READ  1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

આ પણ વાંચો : ‘ચિલ્લર મેન’ ઉમેદવાર 25 હજારના સિક્કા લઈને પહોંચ્યો પોતાનું નામંકન દાખલ કરવા માટે, ક્લેકટરને પણ આવી ગયા આંખે અંધારા !

આ ઉપરાંત ગાઝિયાબાદથી નાગેન્દ્ર ચૌધરી, ફર્રુખાબાદથી પૂનમ યાદવને ટિકિટ આપવામાં આવી છે. જે સાથે જ શિવસેના માટે સૌથી ચોંકવાનારું નામ તુલસી ચૌધરીનું રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં 11 એપ્રિલના પ્રથમ ચરણમાં મતદાન થશે ત્યાર બાદ તમામ ચરણોમાં ઉત્તર પ્રદેશમાં મતદાન થશે.

READ  જેલની બાહર આવશે રામ રહીમ? પેરોલ આપવા માટેની તૈયારીમાં સરકાર

FB Comments