પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવા જઈ રહેલાં અમિત શાહને ગાંધીનગરમાં ભાજપ આપશે ભવ્ય સ્વાગત

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાને પણ ભાજપ મોટું રાજકીય રૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ 29 માર્ચે અમદાવાદ આવશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

આ પછી જ્યારે તેઓ 30 માર્ચે રોડ શો યોજી કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જશે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ તરફથી અમિત શાહના નામની જાહેરાત બાદ કોંગ્રેસે આ બેઠકને લઇને પોતાના સોગઠા ગોઠવવા માટે ફેર વિચારણા શરૂ કરી છે.

આ પણ વાંચો : PM મોદી જે બેઠક પરથી લડવાના હતાં તે દ.બેંગલુરૂની બેઠક પરથી લડશે આ 28 વર્ષનો યુવાન, કોણ છે તેજસ્વી સૂર્યા જેના પર મોદીથી વધુ વિશ્વાસ મુકવામાં આવ્યો?

પહેલા કોંગ્રેસે નક્કી કરેલા પોતાના ઉમેદવારને કોંગ્રેસ હવે બદલવા માટે ફેરવિચારણા કરી રહ્યું છે. કોંગ્રેસ વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનનો લાભ થાય તેવા હેતુ સાથે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું વિચારી રહ્યું છે.

ત્યારે અમિત શાહ સામે પાટીદારને ઉતારીને કોંગ્રેસ ગાંધીનગર બેઠક કબજે કરવાની રણનીતિ બનાવી રહ્યુ છે. હાલમાં કોંગ્રેસમાં સી.જે.ચાવડાના નામની સાથે પાટીદાર ઉમેદવર અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાલમાં ગાંધીનગર બેઠકમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.

તંત્રની ખુલી પોલ, પહેલા વરસાદમાં રસ્તાઓમાં ભરાયા પાણી|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

PM મોદી જે બેઠક પરથી લડવાના હતાં તે દ.બેંગલુરૂની બેઠક પરથી લડશે આ 28 વર્ષનો યુવાન, કોણ છે તેજસ્વી સૂર્યા જેના પર મોદીથી વધુ વિશ્વાસ મુકવામાં આવ્યો?

Read Next

1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

WhatsApp પર સમાચાર