લોકસભા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ કરશે ગુજરાતથી, 12 માર્ચે 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં

અમદાવાદમાં 12મી માર્ચે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળવાની છે, ત્યારે તેને લઈને તાડામાર તૈયારીઓને આખરી ઓપ અપાવામાં આવી રહ્યો છે. CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.

ઉપરાંત ચાર રાજ્યોના મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં આવવાના છે. ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. ત્યારે સભાના આયોજન માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 12 માર્ચે સવારે 10:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ સરદાર સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે.

જે બાદ બપોરે 1 વાગ્યે અડાલજ ખાતે કોંગ્રેસ જનસભાને સંબોધન કરશે. સભા સ્થળ પર 4 લાખથી વધુ લોકો એકઠા થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે નેતાઓની સુરક્ષાને લઈને પણ SPGની ટીમે ત્રિમંદીર પાસે સભા સ્થળની મુલાકાત કરી હતી. 12 માર્ચના રોજ પ્રથમ વખત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અને નેતાઓ એક મંચ પર જોવા મળશે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

પાકિસ્તાન છે કે સુધરવાનું નામ નથી લઇ રહ્યું, ભારતની બહાર લંડનમાં ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકો પાસે કરાવ્યો હુમલો

Read Next

Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

WhatsApp chat