વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અંદર અંદર જ લડી પડ્યા હતા. બંને પક્ષો વચ્ચે ભારે ધક્કા-મુક્કી થઇ હતી અને છૂટાહાથની મારા મારી પણ થઇ છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તો શું પીએમ મોદીના સ્થાને નિતિન ગડકરી બનવા માંગે છે વડાપ્રધાન ?,ગડકરીએ કરી સ્પષ્ટતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પ્રિયંકા ગાંધી વારાણસીના રામનગર શાસ્ત્રી વિસ્તારમાં પહોંચી ત્યારે ભાજપના કેટલાંક કાર્યકર્તાઓએ તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યા હતાં. ત્યારે જ કોંગ્રેસે તેમનો વિરોધ કર્યો હતો.

જે પછી વિવાદ વધતાં મારા-મારી શરૂ થઇ ગઈ હતી. આજે પ્રિયંકા ગાંધી વાડ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં પહોંચી હતી. જ્યાં તેમણે ઘણાં મંદિરો અને ઘાટોની મુલાકાત લેશે. એટલું જ નહીં અહીં તે પુલવામા શહીદ જવાનોના ઘરની પણ મુલાકાત લેશે.

પ્રિયંકા ગાંધી બુધવારે વારણસીના કોંગ્રેસ કાર્યાલય પર યોજરનારા હોળી મિલન કાર્યક્રમને રદ્દ કર્યો છે. જેમાં તેઓ બુધવારે બપોરે કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ પુલાવા હુમલાના શહીદ જવાનોના શોકના કારણે પ્રિયંકાએ કાર્યક્રમ રદ્દ કર્યો છે.

Gujarat likely to receive heavy rainfall on 28, 29 and 30th of July: MeT Dept| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તો શું પીએમ મોદીના સ્થાને નિતિન ગડકરી બનવા માંગે છે વડાપ્રધાન ?,ગડકરીએ કરી સ્પષ્ટતા

Read Next

ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, ‘ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે’

WhatsApp પર સમાચાર