લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

પંજાબમાં ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધી એક નવા જ અંદાજમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા છે. તો તમને જણાવી દઈએ કે અગાઉ પ્રિયંકા પણ પોતાના અનોખી કામગીરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા બની ગયા છે. સાપ પકડવા અથવા મોદી-મોદીના નારા લગાવનારા લોકો સાથે હાથ મેળવવાની ઘટનાઓ ખૂબ ટ્રેન્ડ કરી ચૂકી છે. તો આ ચૂંટણીમાં લોકોમાં પોતાનું આકર્ષણ વધારવા નેતાઓ અનોખા પ્રયોગ કરતા હોઈ છે. લોકો સાથે ચા પીવી અથવા તેમની સાથે ભોજન લેવા જેવી ઘટના ખૂબ ચાલતી હોય છે.

READ  RBI ટૂંક સમયમાં જ લૉંચ કરશે રૂ.20ની નવી નોટ! જાણો શું હશે આ નવી નોટની ખાસિયત?

આ પણ વાંચોઃ વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

તો પંજાબમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ખેતી કરવાની કોશિશ કરી છે. જોવામાં આવે તો લુધિયાણામાં રાહુલ ગાંધીએ ટ્રેકટર ચલાવવાનો આનંદ લીધો છે. અને તેની સાથે કેપ્ટન અમરિંદર સિંહ પણ સવારી કરી રહ્યા હતા. પંજાબના લુધિયાણામાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી તો હેલિકોપ્ટરને છોડીને ટ્રેકટર પર ચડી ગયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કોંગ્રેસના સમર્થકો દ્વારા કરાયો છે. મહત્વનું છે કે પંજાબની 13 લોકસભા બેઠક પર અંતિમ મતદાન યોજાશે.

READ  ગાંધી આશ્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું, 'અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર '

Top 9 Business News Of The Day: 17/2/2020| TV9News

FB Comments