જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર

બિહાર મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. અંદાજ લગાવાઈ રહ્યો છે કે, કોંગ્રેસ RJDથી નારાજ થઈને ગઠબંધનથી અલગ થઈ શકે છે. બિહારની તમામ 40 લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે.

મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પ્રમાણે કોંગ્રેસને 9 સીટો મળી છે. ઉપરાંત પહેલા 2 તબક્કાની ચૂંટણીમા પાર્ટીએ 3 સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમાં પૂર્ણિયાથી ઉદય સિંહ, કટિહારથી તારિક અનવર અને કિશનગંજથી જાવેદ આલમને જાહેર કરવામાં આવ્યા છે. મહાગઠબંધનમાં અત્યાર સુધી 2 તબક્કા માટે પોતાના 9 ઉમેદવારના નામની ઘોષણા કરી છે.

RJD તરફથી કોંગ્રેસને જે અન્ય 6 સીટોની ઓફર કરવામાં આવી છે. તેમા સુપૌલ, સાસારામ, સમસ્તીપુર, મુંગેર, પટના સાહિબ અને બાલ્મીકિ નગર સામેલ છે. જોકે કોંગ્રેસ એ વાત પર અટકી છે કે, તેને દરભંગા અને મધુબની સીટ પણ મળવી જોઈએ. કારણ કે, આ બ્રાહ્મણ મતદારોનો વિસ્તાર છે. જે કોંગ્રેસની પરંપારગત વોટબેંક છે.

READ  કુપોષણને નાથવાના પ્રયત્ન કરતી ગુજરાત સરકાર નિષ્ફળ! સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

દરભંગા, સુપૌલ, મઘેપુરા, મધુબની અને ઔરંગાબાદ સીટને લઈ નારાજગી છે.

કોંગ્રેસની સૌથી મોટી નારાજગી દરભંગા સીટને લઈને છે. કારણ કે, ત્યાંના હાલના સાંસદ કીર્તી આઝાદને પાર્ટીમાં સામેલ કર્યા બાદ કોંગ્રેસ તેમને દરભંગાથી ઉમેદવાર બનાવવા માંગે છે. પરંતુ RJDએ આ સીટ પર પોતાની દાવેદારી વ્યક્ત કરી છે અને ધારાસભ્ય અબ્દુલબારી સિદ્દીકીનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યુ છે, જે વાત કોંગ્રેસને ખટકી રહી છે.

READ  સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરૂદ્ધ ફરી ખુલી શકે છે 100 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો મામલો!

બીજી તરફ સુપૌલ સીટને લઈને પણ કોંગ્રેસ અને RJDના વચ્ચે મામલો ગુંચવાયો છે. કોંગ્રેસ સુપૌલમાં પોતાના હાલના સાંસદ રંજીતા રંજનને મેદાનમાં ઉતારવા માંગતી હતી. પરંતુ આ સીટ પર RJD પોતાનો ઉમેદવાર ઉતારવા માટે મક્કમ છે. રંજીતા રંજનની સામે ઉમેદવાર ઉતારવા પાછળ RJDનો વાસ્તવિક હેતુ જન અધિકાર પાર્ટીના નેતા અને સાંસદ પપ્પૂ યાદવ સાથે બે-બે હાથ કરવાનું છે.

 

રંજીતા રંજન પપ્પૂ યાદવની પત્ની છે અને લાલૂ પરિવારનો પપ્પૂ યાદવ સાથે 36 નો આંકડો છે, કારણ કે, 4 વર્ષ પહેલા પપ્પૂ યાદવે પાર્ટીના સાસંદ બન્યા બાદ RJDનો સાથ છોડી અને પોતાની પાર્ટી બનાવી હતી માટે જ રંજીતા રંજન દ્વારા RJD પપ્પૂ યાદવ સાથે હિસાબ પૂરો કરવા માગે છે.

READ  ઝારખંડની ચૂંટણીમાં અમ્બા પ્રસાદ બન્યા સૌથી નાની ઉંમરના ધારાસભ્ય, પિતા જેલમાં અને માતા તડીપાર

તમામ પાસાઓ પર નજર કરીએ તો કોંગ્રેસને એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે, RJD તમામ રીતે મહાગઢબંધનમાં મનમાની કરી રહી છે અને આ કારણે જ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા જે દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાવાના હતા તેનું પણ કોકડુ ગુંચવાયું છે.

No vehicle to be arranged for migrants : Gujarat DY CM Nitin Patel | Tv9GujaratiNews

FB Comments